નવી દિલ્હી: ચાઇનીઝ સ્માર્ટફોન મેકર વીવો (Vivo)એ ભારતીય બજારમાં Vivo Z1 Pro લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં સ્નૈપડ્રૈગન 712 SoC પ્રોસેસરનો ઉપયોગ કર્યો છે. સાથે જ તેમાં હોલ પંચ સેલ્ફી કેમેરા છે. તેની સ્ક્રીન 6.53 ઇંચ છે, જેનો ઓસ્પેક્ટ રેશિયો 19:5:9 છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેટરી
આ સ્માર્ટફોનમાં Adreno 616 GPU (ગ્રાફિકલ પ્રોસેસિંગ યૂનિટ)નો ઉપયોગ થયો છે. આ સ્માર્ટફોનની બેટરી 5000 mAh ની છે. બેટરીની ક્ષમતાનો અંદાજો તેના દ્વારા લગાવવામાં આવી શકે છે કે ફૂલ ચાર્જ થયા બાદ 7.5 કલાક સુધી PUBG ગેમ રમી શકો છો.


કેમેરો
આ સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયલ કેમેરા- 16MP+8MP+2MP સેટઅપ આપવામાં આવ્યો છે. 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા છે. આ સ્માર્ટફોન સોનિક બ્લૂ, મિરર બ્લેક અને સોનિક બ્લ્યૂ કલરમાં ઉપલબ્ધ છે. 



કિંમત
કિંમતની વાત કરીએ તો 4GB + 64GB વેરિએન્ટની કિંમત 14990 રૂપિયા છે. 6GB + 64GB વેરિએન્ટની કિંમત 16990 રૂપિયા અને 6GB + 128GB વેરિએન્ટની કિંમત 17990 રૂપિયા છે. આ સ્માર્ટફોનનો પ્રથમ સેલ 11 જુલાઇના રોજ યોજાશે. ICICI કાર્ડ દ્વારા ફોન ખરીદતાં 750 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અલગથી મળશે.