માત્ર 2 રૂપિયામાં 1 GB ઇન્ટરનેટ, આ કંપની ફ્રીમાં આપી રહી છે શાનદાર બેનિફિટ્સ
વોડાફોન-આઇડિયા (vi) દેશમાં યૂઝર્સો માટે એકથી વધીને એક શાનદાર રિચાર્જ પ્લાન રજૂ કરે છે.જો તમે વોડાફોન આઈડિયા Vi ના એક પ્રીપેડ ગ્રાહક છો તો અમે તેમને વોડાફોન આઇડિયાના તે ત્રણ પ્રીપેડ રિચાર્જ પ્લાન્સની જાણકારી આપી રહ્યાં છીએ
નવી દિલ્હીઃ વોડાફોન-આઇડિયા (vi) દેશમાં યૂઝર્સો માટે એકથી વધીને એક શાનદાર રિચાર્જ પ્લાન રજૂ કરે છે.જો તમે વોડાફોન આઈડિયા Vi ના એક પ્રીપેડ ગ્રાહક છો તો અમે તેમને વોડાફોન આઇડિયાના તે ત્રણ પ્રીપેડ રિચાર્જ પ્લાન્સની જાણકારી આપી રહ્યાં છીએ જે દરરોજ 4 જીબી ડેટા ઓફર કરે છે. અહીં અમે તમને Jio, Airtel અને Vodafone Idea માંથી સૌથી સસ્તા રિચાર્જ પ્લાનની જાણકારી આપી રહ્યાં છીએ. માર્કેટમાં સૌથી સસ્તો રિચાર્જ પ્લાન Vodafone Idea આપે છે. 449 રૂપિયા વાળા અને 699 રૂપિયા વાળા વોડાફોન આઇડિયાના બે રિચાર્જ પ્લાનમાં ખુબ ઓછી કિંમતમાં યૂઝરને ડેટા સહિત તમામ ફાયદા મળે છે.
Vodafone Idea નો 449 રૂપિયા વાળો રિચાર્જ પ્લાનઃ વોડાફોન આઇડિયા (Vodafone Idea) ના 449 રૂપિયા વાળા રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને અનેક બેનિફિટ્સ મળે છે. વેલિડિટીની વાત કરવામાં આવે તો 56 દિવસની છે. આ પ્લાનમાં યૂઝર્સને ડબલ ડેટા ઓફર કરવામાં આવે છે. યૂઝર્સને 56 દિવસ સુધી દરરોજ 2જીબી+ 2 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. કુલ ડેટાની વાત કરીએ તો આ પ્લાનમાં 224 જીબી 4જી ડેટા આપવામાં આવે છે. ડેટા સિવાય આ રિચાર્જ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ પણ ઓફર કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ INSTAGRAM પર કોઈ વ્યક્તિને અશ્લીલ મેસજ મોકલો છો? તો સુધરી જજો!
આ સિવાય પ્લાનમાં દરરોજ 100 SMS પણ મળે છે. આ બધા બેનિફિટ્સ સિવાય આ પ્લાનમાં Vi Movies અને tv નું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવે છે. આ પ્લાનમાં વોડાફોન આઇડિયાનો વીકેન્ડ ડેટા રોલઓવર ફીચર પણ મળે છે. જો ડેટાની કિંમત પ્રમાણે જોવામાં આવે તો યૂઝર્સને 1 જીબી ડેટા માત્ર 2 રૂપિયા આપવા પડે છે. આ પ્લાનમાં ડેટા, ફ્રી કોલિંગ અને ફ્રી એસએમએસ સિવાય ઘણા અન્ય ફાયદા મળે છે.
Vodafone Idea નો 699 રૂપિયા વાળો પ્લાનઃ Vodafone Idea ના 699 રૂપિયા વાળા આ રિચાર્જ પ્લાનમાં ડબલ ડેટા બેનિફિટ આપવામાં આવે છે. દરરોજ હિસાબથી આ પ્લાનમાં 2જીબી+ 2 જીબી ડેટા આપવામાં આવે છે. વેલિડિટીની વાત કરીએ તો આ પ્લાનની વેલિડિટી 84 દિવસ છે. કુલ મળીને આ પ્લાનમાં 336 જીબી ડેટા મળે છે.
આ પણ વાંચોઃ 120 km માઇલેજ પણ દમ બુલેટ જેવો, તો પણ કિંમત બુલેટ કરતાં ઓછી
ડેટા અને રૂપિયાની તુલના કરીએ તો આ પ્લાનમાં 1 જીબી ડેટા માટે યૂઝર્સે માત્ર 2.08 રૂપિયાની ચુકવણી કરવી પડી છે. આ સિવાય દરરોજ 100 SMS અને ફ્રી વોયસ કોલિંગ પણ મળે છે. આ પ્લાનમાં પણ વીકેન્ડ ડેટા રોલઓવર ફીચર મળે છે. અન્ય લાભમાં આ પ્લાનમાં Vi Movies અને TVનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube