Voadfone Idea Tariff Hike: રિલાયન્સ જિયો અને ભારતીય એરટેલ બાદ દેશની ત્રીજી મોટી ટેલીકોમ કંપની વોડાફોન આઈડિયાએ મોબાઇલ ટેરિફમાં વધારો કર્યો છે. સર્વિસ પ્રોવાઇડરે પ્રીપેડ અને પોસ્ટપેડ બંને મોબાઇલ ટેરિફમાં 10થી 21 ટકા સુધીનો વધારો કર્યો છે. વોડાફોન આઈડિયાના મોબાઇલ ટેરિફમાં વધારાનો નિર્ણય 4 જુલાઈ 2024થી લાગૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોડાફોન આઈડિયાએ સ્ટોક એક્સચેન્જની પાસે રેગ્લુલેટરી ફાઇલિંગમાં ટેરિફ વધારવાના નિર્ણયની જાણકારી આપતા કહ્યું કે કંપનીએ એન્ટ્રી લેવલ યૂઝર્સને સપોર્ટ કરવા માટે પોતાના સિદ્ધાંતોને જાળવી રાખ્યા છે અને એન્ટ્રી લેવલ પ્રાઇઝને નોમિનલ રાખવામાં આવી છે, જ્યારે વધુ યૂઝેસને વધુ કિંમતની સાથે જોડવામાં આવી છે. કંપનીના ટેરિફ વધારા પર નજર કરીએ તો 179 રૂપિયાવાળા પ્લાન માટે ગ્રાહકે હવે 199 રૂપિયા આપવા પડશે. તો 459 રૂપિયાના પ્લાન માટે 509 રૂપિયા અને 1799 રૂપિયાવાળા પ્લાન માટે 1999 રૂપિયા આપવા પડશે. 




પોસ્ટપેડ પ્લાનમાં 401 રૂપિયાવાળા પ્લાન માટે 451 રૂપિયા, 501 રૂપિયાવાળા પ્લાન માટે 551 રૂપિયા, 601 રૂપિયાવાળા ફેમેલી પ્લાન માટે 701 રૂપિયા અને 1001 રૂપિયાવાળા ફેમેલી પ્લાન માટે 1201 રૂપિયા આપવા પડશે. 


ટેલીકોમ કંપનીઓએ ડિસેમ્બર 2021 બાદથી મોબાઇલ ટેરિફમાં વધારો કર્યો નથી. જ્યારે આ સમય દરમિયાન કંપનીઓએ 5જી સ્પેક્ટ્રમ ખરીદવાની સાથે સર્વિસને લોન્ચ કરી છે. જ્યારે વોડાફોન આઈડિયા 5જી સેવા લોન્ચ કરવા જઈ રહી છે. તેવામાં મોટા પાયા પર કરવામાં આવેલા રોકાણ બાદ કંપનીઓએ ટેરિફ વધારવાનો નિર્ણય કર્યો છે.