નવી દિલ્હીઃ દિગ્ગજ ટેલિકોમ કંપની વોડાફોન-આઇડિયાએ બે નવા પ્રીપેઇડ પ્લાન લોન્ચ કર્યા છે જે નાની વેલિડિટી અને ઓછી કિંમતના છે. કંપનીએ 109 રૂપિયા અને 169 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે અને તેની વેલિડિટી 20 દિવસની છે. આ પ્લાનમાં તમને ડેટા અને કોલિંગની સાથે અન્ય સુવિધાઓ પણ મળે છે. તો આવો જાણીએ આ પ્લાન્સની વિગતવાર માહિતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vodafoneનો 109 રૂપિયાનો પ્લાન
કંપનીના 109 રૂપિયા વાળા પ્લાનમાં યૂઝરને બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. તેમાં કુલ 1 જીબી ડેટા અને 300 એસએમેસ મળે છે. આ સિવાય વોડાફોન પ્લે અને Zee5 એપનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. પ્લાનની વેલિડિટી 20 દિવસની છે. આ કેટલાક સર્કલમાં મળનાર 99 રૂપિયા વાળા પ્લાનનો અપગ્રેડ છે, જેમાં બે દિવસની વધુ વેલિડિટી મળી રહી છે. 99 રૂપિયાના પ્લાનની વેલિડિટી 18 દિવસ હતી. 


7 સપ્ટેમ્બરે લોન્ચ થશે Poco X3 NFC, જાણો ફોનમાં શું હશે ખાસ


Vodafoneનો 169 રૂપિયા વાળો પ્લાન
આ પ્લાન પણ 109 રૂપિયા વાળા જેવો છે, પરંતુ ડેટા અને એસએમેસ વધુ આપવામાં આવ્યા છે. તેમાં યૂઝરને બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલની સુવિધા મળે છે. ગ્રાહકોને દરરોજ 1 જીબી ડેટા અને 100 એસએમેસ મળે છે. આ સિવાય વોડાફોન પ્લે અને Zee5નું એક્સેસ ફ્રી મળે છે. પ્લાનની વેલિડિટી 20 દિવસની છે. 


ક્યા યૂઝરોને ફાયદો
મહત્વનું છે કે આ પ્લાન હાલ દિલ્હી સર્કલ માટે છે. આ સિવાય કંપનીએ 46 રૂપિયા વાળા પ્લાનના વાઉચર પણ દિલ્હી સર્કલ માટે શરૂ કર્યાં છે. આ પહેલા તે વાઉચર માત્ર કેરલ સર્કલ માટે હતા. નવા પ્લાનને કંપનીની વેબસાઇટ પર અપડેટ કરી દેવામાં આવ્યા છે. 


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube