નવી દિલ્હીઃ વોડાફોન-આઈડિયાએ (Vi) પોતાના પોસ્ટપેડ ગ્રાહકો માટે બે નવા  RedX Family Plan રજૂ કર્યા છે. આ એક ફેમિલી પ્લાન છે, જેમાં પરિવારના એકથી વધુ લોકો ઉપયોગ કરી શકે છે. નવા પોસ્ટપેડ પ્લાનની કિંમત 1699 રૂપિયા અને 2299 રૂપિયા પ્રતિ મહિના છે. પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગ અને અનલિમિટેડ ડેટાની સુવિધા આપવામાં આવશે. મહત્વનું છે કે કંપની પહેલાથી 1099 રૂપિયાનો એક RedX પોસ્ટપેડ પ્લાન ઓફર કરી રહી છે, પરંતુ તેનો ઉપયોગ એક વ્યક્તિ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1,699 રૂપિયાનો Vi RedX Family Plan
પ્લાનની ખાસ વાત છે કે તેને પરિવારના 3 લોકો એક સાથે ઉપયોગ કરી શકે છે. તેમાં અનલિમિટેડ કોલિંગની સાથે અનલિમિટેડ ડેટા અને 3000 એસએમએસ દર મહિના માટે મળે છે. આ સિવાય Amazon Prime, Netflix અને Hotstar VIP ની એક વર્ષની મેમ્બરશિપ સાથે  Vi Movies and TV VIP એક્સેસ, 7 દિવસનું ઇન્ટરનેશનલ રોમિંગ પેક, અને ડોમેસ્ટિક એરપોર્ટ લોન્જનું એક્સેસ આપવામાં આવી રહ્યું છે. 


આ પણ વાંચોઃ 2 દિવસ ચાલશે બેટરી, દમદાર ફીચર્સ સાથે Nokia C20 Plus ભારતમાં લોન્ચ, કિંમત 9 હજારથી ઓછી


2,299 રૂપિયાનો Vi RedX Family Plan
સુવિધાઓમાં આ પ્લાન 1699 રૂપિયા જેવો છે. પરંતુ આ પ્લાનનો ઉપયોગ એક સાથે 5 લોકો કરી શકે છે. તેમાં પણ અનલિમિટેડ કોલિંગની સાથે અનલિમિટેડ ડેટા અને 3000 એસએમએસ દર મહિના માટે મળે છે. આ સિવાય Amazon Prime, Netflix અને Hotstar VIP ની એક વર્ષની મેમ્બરશિપ સાથે  Vi Movies and TV VIP એક્સેસ, 7 દિવસનું ઇન્ટરનેશનલ રોમિંગ પેક, અને ડોમેસ્ટિક એરપોર્ટ લોન્જનું એક્સેસ આપવામાં આવી રહ્યું છે. 


ધ્યાન આપવા જેવી વાત છે કે આ પોસ્ટપેડ પ્લાન્સની સાથે 6 મહિનાનો લોક-ઇન પીરિયડ પણ છે. તેનો અર્થ છે કે યૂઝર્સે ઓછામાં ઓછા છ મહિના માટે આ પ્લાન્સની મેમ્બરશિપ લેવી પડશે, અને જો યૂઝર્સ લોક-ઇન પીરિયર પૂરો થતાં પહેલા પ્લાન છોડવા ઈચ્છે છે તો તેણે 3000 રૂપિયાની exit fee ચુકવવી પડશે. કંપનીના નવા પોસ્ટપેડ પ્લાનને વેબસાઇટ પર પણ અપડેટ કરી દેવામાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube