Vodafone Idea Launches Prepaid Plans Starting from Rs 29: પ્રાઇવેટ ટેલીકોમ કંપની વોડાફોન આઇડિયાએ બે નવા રિચાર્જ પ્લાન્સની જાહેરાત કરી છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઇએ કે આ કંપનીએ નવા પ્રીપેડ પ્લાન્સની શરૂઆત ફક્ત 29 રૂપિયાથી થઇ રહી છે. આવો જાણીએ આ પ્લાન્સ અને તેમાં સામેલ બેનિફિટ્સ વિશે ડિટેલમાં જાણીએ.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે વોડાફોન આઇડિયા એટલે કે વીઆઇના યૂઝર્સ છો અને તમારા માટે સારો પ્રીપેડ પ્લાન લેવા માંગો છો તો આ સમાચાર તમારા માટે કામના હોઇ શકે છે. વીઆઇએ તાજેતરમાં જ બે નવા પ્રીપેડ પ્લાન્સ લોન્ચ કર્યા છે જેમાં તમને ઘણા બધા આકર્ષક બેનિફિટ્સ એ પણ ખૂબ ઓછી કિંમતે મળી જશે. તમને જણાવી દઇએ કે પહેલાં પ્લાનની કિંમત 29 રૂપિયા છે અને બીજા પ્લાનમાં તમને 39 રૂપિયાના બદલામાં ઘણા બેનિફિટ્સ મળશે. 


વીઆઇના 29 રૂપિયાવાળા પ્લાનમાં તમને કુલ મળીને 2GB હાઇ સ્પીડ ઇન્ટરનેટ આપવામાં આવે છે. તમને જણાવી દઇએ કે આ પ્લાન ખાસ તે લોકો માટે છે જે ખૂબ ઓછા સમય માટે હાઇ સ્પીડ ઇન્ટરનેટની મજા માણવા માંગે છે. તમને જણાવી દઇએ કે વોડાફોન આઇડિયાનો આ 29 રૂપિયાવાળો પ્લાન એક ડેટા પ્લાન છે. એટલા માટે તેમા6 કોઇ બેનિફિટ સામેલ નથી. આ પ્લાનની વેલિડિટી બે દિવસની છે. 


29 રૂપિયાવાળા પ્લાનની સાથે વોડાફોન આઇડિયાએ 39 રૂપિયાનો પણ એક પ્લાન લોન્ચ કર્યો છે. જોકે આ એક 4GB ડેટા વાઉચર છે જેમાં તમને 3GB હાઇ સ્પીડ ડેટા આપવામાં આવે છે. એક અઠવાડિયાને વેલિડિટીવાળા આ વાઉચરમાં તમને અનલિમિટેડ કોલિંગ અને ડેલી એસએમએસ જેવા ફાયદા આપવામાં આવતા નથી. 


તમને જણાવી દઇએ કે આ પ્લાન્સને થોડા સમય પહેલાં જ લોન્ચ કરવામાં આવ્યા છે અને હાલ તેને દરેક સર્કલ માટે લોન્ચ કરવામાં આવ્યા નથી. અત્યારે આ પ્લાન્સનો ફાયદો ફક્ત ગુજરાતના વોડાફોન આઇડિયા યૂઝર્સ ઉઠાવી શકશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube