નવી દિલ્હીઃ ટેલીકોમ કંપની વોડાફોન-આઈડિયા યૂઝર્સ માટે નવી-નવી ઓફર લાવતી રહે છે. આ કડીમાં હવે કંપની યૂઝર્સ માટે શાનદાર ન્યૂ યર ઓફર લઈને આવી છે. આ ઓફર હેઠળ કંપની પોતાના કેટલાક ખાસ પ્લાનમાં 75જીબી સુધી એક્સ્ટ્રા ડેટા આપી રહી છે. આ પ્લાનમાં તમને ડિઝ્ની+હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે. વોડાફોન-આઈડિયાના આ પ્લાનની ખાસ વાત છે કે તે એક વર્ષની વેલિડિટી સાથે આવે છે. આ સિવાય પ્લાનમાં તમને બિંઝ ઓલ નાઇટ અને ડેટા ડિલાઇટ્સ જેવા બેનિફિટ્સ પણ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોડાફોન-આઈડિયાનો 3099 રૂપિયાવાળો પ્લાન
કંપનીનો આ પ્લાન એક વર્ષની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં તમને ઈન્ટરનેટ યૂઝ કરવા માટે દરરોજ 2જીબી ડેટા મળશે. પ્લાનની ખાસ વાત છે કે કંપની કોઈ વધારાના ચાર્જ વગર 75જીબી એક્સ્ટ્રા ડેટા આપી રહી છે. વોડાના આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100 ફ્રી એસએમએસ પણ આપવામાં આવી રહ્યાં છે. આ પ્લાનમાં તમને એક વર્ષ માટે ડિઝ્ની+હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે. પ્લાનમાં ઓફર કરવામાં આવતા એડિશનલ બેનિફિટમાં વીકેન્ડ ડેટા રોલઓવર, બિંઝ ઓલ નાઇટ અને ડેટા ડિલાઇટ્સ સામેલ છે. 


આ પણ વાંચોઃ Nexon, XUV 700 ને ટક્કર આપવા આવી રહી છે આ શાનદાર કાર, ઝલક જોઈને જુમી ઉઠશો!


વોડાફોન-આઈડિયાનો 1449 રૂપિયાનો પ્લાન
કંપની પોતાની ન્યૂ યર ઓફર હેઠળ આ પ્લાનમાં પણ શાનદાર બેનિફિટ આપી રહી છે. કંપનીનો આ પ્લાન 180 દિવસ સુધી ચાલે છે. ઈન્ટરનેટ યૂઝ કરવા માટે આ પ્લાનમાં દરરોજ 1.5જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. ન્યૂ યર ઓફર હેઠળ પ્લાનમાં તમને 50જીબી એક્સ્ટ્રા ડેટા મળશે. પ્લાન કંપની અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 ફ્રી એસએમએસ પણ આપી રહી છે. પ્લાનના સબ્સક્રાઇબર્સને કંપની VI Movies & TV Classic નું ફ્રી એક્સસ આપી રહી છે. પ્લાનમાં મળનાર એડિશનલ બેનિફિટમાં ડેટા ડિવાઇટ્લ, બિંઝ ઓલ નાઇટ અને વીકેન્ડ ડેટા રોલઓવર પણ સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube