નવી દિલ્હીઃ ટેલિકોમ કંપની વોડાફોન-આઈડિયા યૂઝર્સને ઘણા શાનદાર પ્રીપેડ પ્લાન ઓફર કરી રહી છે. તો તમે વધુ ડેટા ખર્ચ કરનાર યૂઝર્સ છો તો કંપનીના પોર્ફોલિયોમાં કેટલાક કમાલના પ્લાન હાજર છે. વોડાનો 901 રૂપિયાનો પ્લાન તેમાંથી એક છે. જિયોના 899 રૂપિયાના પ્લાનથી તે 2 રૂપિયા મોંઘો છે, પરંતુ બેનિફિટ્સ મામલામાં તે જિયોને મોટી ટક્કર આપે છે. કંપનીનો 901 રૂપિયાનો પ્લાન 70 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં કંપની ઈન્ટરનેટ યૂઝ કરવા માટે ત્રણ જીબી ડેટા ઓફર કરી રહી છે. ખાસ વાત છે કે આ પ્લાનમાં તને 48 જીબી એક્સ્ટ્રા ડેટા મળશે. તો જિયોના પ્લાનમાં દરરોજ 2.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આવો આ બંને પ્લાન વિશે વિગતવાર જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોડાફોન-આઈડિયાનો 901 રૂપિયાનો પ્લાન
 કંપનીના આ પ્લાનમાં 70 દિવસની વેલિડિટી ઓફર કરવામાં આવી રહી છે. ઈન્ટરનેટ યૂઝ કરવા માટે આ પ્લાનમાં તમને દરરોજ ત્રણ જીબી ડેટા મળશે. પ્લાનમાં 48 જીબી એક્સ્ટ્રા ડેટા પણ મળશે. દરરોજ 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ ઓફર કરનાર આ પ્લાનમાં તમને ઘણા એડિશનલ બેનિફિટ્સ પણ મળશે. 


આ પણ વાંચોઃ Google ની જાહેરાત! 31 મેથી આ Apps પર લાગશે પ્રતિબંધ, જલદી કરો આ કામ બાકી....


પ્લાનમાં મળનાર એડિશનલ બેનિફિટ્સમાં એક વર્ષ માટે ડિઝ્ની+હોટસ્ટારનું ફ્રી સબ્સક્રિપ્શન સામેલ છે. આ સિવાય વોડાફોન-આઈડિયાનો આ પ્લાન બિંઝ ઓલ નાઇટ, વીકેન્ડ ડેટા રોલઓવર અને વીઆઈ મૂઝ અને ટીવીનું ફ્રી એક્સેસ મળશે. પ્લાનમાં કંપની ડેટા ડિલાઇટ્સ બેનિફિટમાં દર મહિને 2 જીબી સુધીની બેકઅપ ડેટા ઓફર પણ કરે છે. 


જિયોનો 899 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયોનો આ પ્રીપેડ પ્લાન ઘણા ધાંસૂ બેનિફિટ ઓફર કરે છે. આ પ્લાનમાં તમને 90 દિવસની વેલિડિટી મળશે. પ્લાનમાં કંપની દરરોજ 2.5 જીબી હિસાબથી ટોટલ 225 જીબી ડેટા આપી રહી છે. કંપનીના આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 ફ્રી એસએમએસ આપી રહી છે. પ્લાનમાં મળનાર એડિશનલ બેનિફિટમાં જિયો ટીવી અને જિયો સિનેમા જેવી એપ્સનું સબ્સક્રિપ્શન પણ મળે છે. 


આ પણ વાંચોઃ સર્વેમાં થયો ખુલાસો: સ્માર્ટ ફોનના કારણે એક તૃતિયાંશ બાળકોને ભણવામાં રસ રહ્યો નથી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube