નવી દિલ્હીઃ યૂઝર્સને પોસ્ટપેડ પ્લાન ખુબ પસંદ આવી રહ્યાં છે. આ પ્લાનમાં કંપનીઓ પ્રીપેડના મુકાબલે થોડા વધુ બેનિફિટ ઓફર કરે છે. તેમાં તમને વધુ ડેટાની સાથે શાનદાર ઓટીટી બેનિફિટ્સ પણ મળી જાય છે. ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો, વોડાફોન-આઈડિયાના પોર્ટફોલિયોમાં કેટલાક ધાંસૂ પોસ્ટપેડ પ્લાન હાજર છે. ખાસ વાત છે કે વોડાફોન-આઇડિયા જિયોથી 98 રૂપિયા ઓછી કિંમતમાં કમાલના બેનિફિટ્સ આપી રહ્યું છે. વોડાફોન-આઈડિયાના પ્લાનમાં યૂઝર્સને એમેઝોન પ્રાઇમ વીડિયો, ડિઝ્ની+હોટસ્ટાર અને સોની લિવનું સબ્સક્રિપ્શન પણ મળે છે. જિયોના પ્લાનમાં ઓટીટી બેનિફિટ્સ મળતા નથી, પરંતુ કંપની 5જી ડેટા જરૂર ઓફર કરી રહી છે. તો આવો આ બંને પ્લાનના બેનિફિટ્સ વિશે જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોડાફોન-આઈડિયાનો Vi Max 501 પ્લાન
501 રૂપિયાના મંથલી રેન્ટલવાળા આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગની સાથે દર મહિને 3 હજાર રૂપિયા ફ્રી એસએમએસ મળશે. ઈન્ટરનેટ યૂઝ કરવા માટે કંપની પ્લાનમાં 90 જીબી ડેટા ઓફર કરી રહી છે. પ્લાન 200 જીબી ડેટા રોલઓવર બેનિફિટની સાથે આવે છે. ખાસ વાત છે કે આ પ્લાનમાં તમને રાત્રે 12થી સવારે 6 કલાક સુધી ફ્રી અનલિમિટેડ ડેટા મળશે. પ્લાનમાં કંપની અન્ય બેનિફિટ્સ પણ આપી રહી છે. 


આ પણ વાંચોઃ જો તમે પણ QR કોડથી ચૂકવણી કરો છો તો સાવચેત રહેજો,તમારું બેંક એકાઉન્ટ થઈ શકે છે ખાલી!


તેમાં છ મહિના માટે એમેઝોન પ્રાઇમના સબ્સક્રિપ્શનની સાથે એક વર્ષ માટે ડિઝ્ની+હોટસ્ટાર મોબાઇલનું ફ્રી એક્સેસ સામેલ છે. એટલું જ નહીં તમને આ પ્લાનમાં 12 મહિના માટે સોની લિવનું પણ ફ્રી સબ્સક્રિપ્શન મળશે. આ પ્લાન Vi Movies and TV પણ ઓફર કરે છે. નોંધનીય છે કે વોડાફોન-આઈડિયાના પ્લાનમાં તમને 5જી સ્પીડ મળશે નહીં. 


રિલાયન્સ જિયોનો 599 રૂપિયાનો પ્લાન
જિયોનો આ પોસ્ટપેડ પ્લાન ઈન્ટરનેટ યૂઝ કરવા માટે અનલિમિટેડ ડેટા ઓફર કરે છે. ખાસ વાત છે કે આ પ્લાનમાં એલિજિબલ સબ્સક્રાઇબર્સને કંપની અનલિમિટેડ 5જી ડેટા આપી રહી છે. તમને આ પ્લાનમાં દરરોજ ફ્રી 100 એસએમએસ પણ મળશે. પ્લાનમાં કંપની દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા આપી રહી છે. પ્લાનમાં જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube