નવી દિલ્હીઃ ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે નવી-નવી ઓફર લોન્ચ કરતી રહે છે. આ વચ્ચે વોડાફોન-આઈડિયા પોતાના ગ્રાહકોને અનેક દમદાર પ્લાન આવી રહી છે. વીઆઈ પાસે એવો પ્લાન છે, જે રિલાયન્સ જિયો કે એરટેલના પોર્ટફોલિયોમાં નથી. અહીં વાત કરવામાં આવી રહી છે વોડાફોન-આઈડિયાના 409 રૂપિયા અને 475 રૂપિયાના પ્લાનની. આ પ્લાનમાં કંપની દરરોજ 3.5 જીબી અને 4 જીબી ડેટા આપી રહી છે. મહત્વનું છે કે એરટેલ અને જિયોના પોર્ટફોલિયોમાં 3.5 જીબી કે 4જીબીનો એકપણ પ્લાન ઉપલબ્ધ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો 475 રૂપિયાના પ્લાનની વિગત
વોડાફોન-આઈડિયા વધારે ઈન્ટરનેટ યૂઝ કરનાર ગ્રાહકો માટે દરરોજ 4જીબી ડેટા ઓફર કરી રહી છે. આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળી રહી છે. તો પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. કંપની ગ્રાહકોને દરરોજ 100 એસએમએસની સાથે બિંઝ ઓલ નાઇટ, વીકેન્ડ ડેટા રોલઓવર અને ડેટા ડિલાઇટ જેવા બેનિફિટ પણ આપી રહી છે. 


આ પણ વાંચોઃ કોઈપણ ફોન નંબર વિના આ રીતે Gmail એકાઉન્ટને કરો રિકવર


409 રૂપિયાના પ્લાનમાં મળતા બેનિફિટ
આ પ્લાનમાં કંપની દરરોજ 3.5 જીબી ડેટા ઓફર કરી રહી છે. તેમાં પણ 28 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ આપવામાં આવી રહ્યાં છે. તો પ્લાનમાં તમને વીકેન્ડ ડેટા રોલઓવર, બિંઝ ઓલ નાઇટ અને ડેટા ડિલાઇટ જેવા લાભ મળશે. કંપનીના આ બંને પ્લાન  Vi Movies & TV એપના સબ્સક્રિપ્શન સાથે આવે છે. 


મહત્વનું છે કે ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો અને એરટેલની પાસે દરરોજ 3.5 અને 4 જીબી ઓફર કરતા પ્લાન નથી. આ બંને કંપની પોતાના પ્રીપેડ ગ્રાહકોને વધુ 3 જીબી ડેટા આપનાર પ્લાન ઉપલબ્ધ કરાવી રહી છે. એરટેલનો દરરોજ 3જીબી ડેટા આપતા પ્લાનની કિંમત 599 રૂપિયા છે. તો જિયોનો દરરોજ 3જીબી ડેટા આપતો સૌથી સસ્તો પ્લાન 419 રૂપિયાનો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube