35 રૂપિયામાં મળે 1GB ડેટા, વોડાફોને સરકાર પાસે કરી માગ
વોડાફોન-આઇડિયા યૂઝરોએ 1 એપ્રિલથી પ્રતિ જીબી ડેટા માટે 35 રૂપિયા ચુકાવવા પડી શકે છે. આ સાથે કંપની હવે કનેક્શન ફી અને વોઇસ કોલ માટે પ્રતિ મિનિટ 6 પૈસા ચાર્જ કરવા વિશે પણ વિચારી રહી છે.
નવી દિલ્હીઃ વોડાફોન-આઇડિયા યૂઝરો માટે ચિંતા વધારનાર સમાચાર છે. લાંબા સમયથી મોટી ખોટમાં ચાલી રહેલા વોડાફોન-આઇડિયા ઈચ્છે છે કે યૂઝરો પાસેથી 1GB ડેટા માટે 35 રૂપિયા લેવામાં આવેશ. આ હાલના ડેટા ચાર્જ કરતા 7 ગણો વધારે છે. આ સાથે કંપની 1 એપ્રિલથી કનેક્શન ફી અને વોઇસ કોલ માટે પણ પ્રતિ મિનિટ 6 પૈસા લેવાની શરૂઆત કરી શકે છે.
નંબર ચાલુ રાખવા માટે દર મહિને 50 રૂપિયા
કંપની ખોટમાંથી બહાર આવવાની રીત શોધી રહી છે. આ કારણ છે કે કંપની હવે યૂઝરો પાસેથી કનેક્શન ફી તરીકે દર મહિને 50 રૂપિયા લેવા ઈચ્છી રહી છે. 50 રૂપિયા મંથલી કનેક્શન ચાર્જ જો લાગૂ થાય છે તો યૂઝરોએ નંબર એક્ટિવ રાખવા માટે દર વર્ષે અલગથી 600 રૂપિયા ખર્ચ કરવા પડશે. વોડાફોને હાલમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમને પત્ર લખીને આ માગો વિશે જણાવ્યું છે.
ખોટનું કારણ સસ્તા ટેલિકોમ સર્વિસ રેટ
વોડાફોન-આઇડિયાએ બાકી અજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ (AGR) તરીકે 53 હજાર કરોડ રૂપિયા ચુકાવવાના છે. આ ખોટની પાછળ મુખ્ય કારણ કંપની ભારતમાં ટેલિકોમ સર્વિસને ખુબ સસ્તી હોવી ગણાવે છે. કંપનીનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીઝમાં વધતી કોમ્પિટિશનને કારણે તેણે પોતાના ટેરિફને જરૂરથી વધુ ઓછી કરવી પડી છે. બીજીતરફ રિલાયન્સ જીયો આવ્યા બાદ પણ વોડાફોન-આઇડિયાના બિઝનેસ અને રેવેન્યૂમાં ખુબ ઘટાડો થયો છે.
કિંમતો વધારવી છે જરૂરી
કંપનીએ કહ્યું કે, ડિસેમ્બર 2019માં મોંઘા થયેલા ટેરિફ છતાં આ સર્વિસ કોસ્ટ પૂરી થઈ રહી નથી. કંપનીનું કહેવું છે કે ટેરિફને ફરી મોંઘા કરવા માટે સરકાર રેગ્યુલેશનની જરૂર છે. તેના વગર કોઈપણ કંપની પોતાના ટેરિફને વધુ મોંઘા ન કરી શકે.
1000 ટકાનો થઈ શકે છે વધારો
વોડાફોન જો પોતાના પ્રીપેડ પ્લાનને ફરી મોંઘા કરે છે, તો તેની કિંમતમાં 1000%થી વધુનો વધારો થઈ શકે છે. અત્યારે કંપનીનો 558 રૂપિયા વાળો પ્લાન 56 દિવસની વેલિડિટીની સાથે આવે છે. દરરોજ 3જીબી ડેટા ઓફર કરતા આ પ્લાનમાં યૂઝરને દરરોજ 3.32 રૂપિયા આપવા પડી શકે છે. જો કંપની પ્રતિ જીબી 35 રૂપિયા લેવાની શરૂઆત કરે છે તો આ પ્લાન 1054% મોંઘો થઈ જશે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube