નવી દિલ્હીઃ વોડાફોન-આઈડિયા (Vi) તરફથી વાર્ષિક પ્લાન રજૂ કરવામાં આવે છે, જે 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં અનલિમિટેડ ડેટા અને કોલિંગની સાથે એક વર્ષ માટે Disney+ Hotstar સબ્સક્રિપ્શન ઓફર કરવામાં આવી રહ્યું છે. આ સિવાય પ્લાનમાં વીકેન્ડ ડેટા રોલઓવરની સુવિધા આપવામાં આવી રહી છે. સાથે કેટલીક ફ્રી OTT એપ્સની સુવિધા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vodafone Idea નો 1449 રૂપિયાવાળો પ્લાન
Vodafone Idea ના 1449 રૂપિયાવાળા પ્લાનમાં 180 દિવસની વેલિડિટી મળે છે. ડેટાની વાત કરીએ તો પ્લાનમાં દરરોજ 1.5જીબી ડેટા આપવામાં આવે છે. પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસ આપવામાં આવે છે. પ્લાન પર એક એપ એક્સક્લૂસિવ ઓફર પણ છે જેમાં યૂઝર્સને 50GB એક્સ્ટ્રા ડેટા ફ્રી મળે છે. અન્ય ફાયદાની વાત કરીએ તો આ પ્લાનમાં વીકેન્ડ ડેટા રોલઓવર, વીઆઈ મૂવી અને ટીવી એક્સેસ તથા રાત્રે 12થી સવારે છ કલાક સુધી અનલિમિટેડ મોબાઇલ ડેટા એક્સેસ મળે છે. 


આ પણ વાંચો- જો આ 10 ભૂલો કરી તો ગમે ત્યારે બ્લાસ્ટ થઈ શકે છે તમારો ફોન, બચવા માટે કરો આ કામ


Vodafone Idea નો 1799 રૂપિયાવાળો પ્લાન
Vodafone Idea ના 1799 રૂપિયાવાળા પ્લાનમાં 365 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં યૂઝર્સને કુલ 24જીબી ડેટા આપવામાં આવે છે. સાથે અનલિમિટેડ કોલિંગ અને કુલ 3600 ફ્રી એસએમએસ મળે છે. 


Vodafone Idea નો 2899 રૂપિયાવાળો પ્લાન
Vodafone Idea ના 2899 રૂપિયાવાળા પ્લાનમાં 365 દિવસની વેલિડિટી મળે છે. ડેટાની વાત કરીએ તો આ પ્લાનમાં કુલ 850GB ડેટા મળે છે. વોયસ કોલિંગની વાત કરીએ તો પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવે છે. એસએમએસની વાત કરીએ તો ગ્રાહકને દરરોજ 100 એસએમએસ મળે છે. અન્ય ફાયદામાં વીકેન્ડ ડેટા રોલઓવર, રાત્રે 12તી સવારે છ સુધી ડેટા ફ્રી અને વીઆઈ મૂવી તથા ટીવીનું એક્સેસ મળે છે. 


આ પણ વાંચોઃ 2023 માં Google પર ભૂલમાં પણ સર્ચ ન કરો આ 5 વસ્તુ, બાકી મુશ્કેલીમાં ફસાઈ જશો


Vodafone Idea નો 3099 રૂપિયાવાળો પ્લાન
Vodafone Idea ના 3099 રૂપિયાવાળા પ્લાનમાં 365 દિવસની વેલિડિટી મળે છે. ડેટાની વાત કરીએ તો પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા મળે છે. આ સાથે દરરોજ 100 એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ આપવામાં આવે છે. અન્ય ફાયદામાં તમને એક વર્ષ માટે Disney+Hotstar નું ફ્રી સબ્સક્રિપ્શન મળશે. અન્ય ફાયદામાં વીકેન્ડ ડેટા રોલઓવર, રાત્રે 12તી સવારે છ સુધી ડેટા ફ્રી અને વીઆઈ મૂવી તથા ટીવીનું એક્સેસ મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube