પોતાના ગ્રાહકો માટે ઘર સુધી સિમ ડિલીવર કરશે Vodafone, પરંતુ કરવું પડશે આ કામ
આ સુવિધા માત્ર નવા પ્રીપેડ ગ્રાહકો માટે છે. પરંતુ યૂઝરે આ માટે કંપનીની વેબસાઇટ પરથી 249 રૂપિયાનો એક પ્લાન ખરીદવો પડશે.
નવી દિલ્હીઃ ટેલીકોમ માર્કેટમાં મોટી હરિફાઇને જોતા વોડાફોને પોતાના ગ્રાહકોને લલચાવવા માટે એક ખાસ પ્લાન લોન્ચ કર્યો છે. કંપનીએ નિર્ણય કર્યો છે કે, તે નવા પ્રીપેડ ગ્રાહકોને ઘર સુધી 4G સિમ ડિલીવર કરશે. આ સુવિધા માત્ર નવા પ્રીપેડ ગ્રાહકો માટે છે. પરંતુ ગ્રાહકોએ તે માટે કંપનીની વેબસાઇટ પરથી 249 રૂપિયાનો એક પ્લાન ખરીદવો પડશે. નવા યૂઝરો સિવાય જો કોઈ વોડાફોનમાં નંબર પોર્ટ કરાવવા ઈચ્છે છે તો તેને પણ આ સુવિધાનો લાભ મળશે.
શું છે વોડાફોનનો 249 રૂપિયાનો પ્લાન
આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તેમાં ગ્રાહકોને દરરોજ 1.5 જીબી ડેટા મળે છે. લોકલ, એસટીડી અને રોમિંગ અનલિમિટેડ કોલિંગ ફ્રી છે. દરરોજ 100 SMS મળે છે.
કેઈ રીતે ઓર્ડર કરવાનો છે નવો નંબર?
જો તમે નવા ગ્રાહક છો અથવા તમારો નંબર વોડાફોનમાં પોર્ટ કરાવવા ઈચ્છો છો તો કંપનીની સત્તાવાર વેબસાઇટની મુકાલાક લો. અહીંથી તમને નવું સિમ કે નંબર પોર્ટ કરાવવાની રિક્વેસ્ટ કરવી પડશે. ત્યારબાદ 4જી સિમ તમારા ઘર પર ડિલીવર કરી દેવામાં આવશે. વેબસાઇટ પર લોગિન કરવા દરમિયાન ગ્રાહકોની ખાનગી જાણકારી માગવામાં આવે છે.
ગત દિવસોમાં વોડાફોને 139 રૂપિયાનો નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો હતો. આ પ્લાનમાં અનલિમિટેડ કોલ્સ સિવાય ડેટા પણ આપવામાં આવે છે. આ પ્લાનમાં ગ્રાહકોને 5જીબી 3G/4G ડેટા પણ મળી રહ્યો છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ સિયા એનલિમિટેડ લોકલ, એસટીડી અને રોમિંગની સુવિધા છે.