નવી દિલ્હીઃ ઘણીવાર લોકો વિચારતા હોય છે કે કાશ તે પોતાના મિત્રો સાથે પોતાનો અવાજ બદલીને વાત કરી શકે. પહેલા કેટલાક ચીનના કિપેડ ફોન્સમાં આ સુવિધા ઉપલબ્ધ હતી. જો કે હવે ટેક્નોલોજીની મદદથી સ્માર્ટફોનમાં પણ આ ફીચર ઉપલબ્ધ છે. એપ સ્ટોર પર ઘણા એવા એપ્સ છે જે તમારી અવાજને કોલ દરમિયાન બદલી શકે છે. આ એપ્સથી તમે રિયલ ટાઈમમાં અવાજ બદલી મિત્રો સાથે પ્રેંક કોલ કરી શકો છો. આ પ્રકારનો એક એપ છે જેનું નામ છે MagicCall – Voice Changer App. આવો આ એપ વિશે વધુ વિગત જાણી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ એપ તમને ગૂગલ પ્લે સ્ટોરમાં મળી જશે. આ એપને ડાઉનલોડ કરી તમે તમારા મિત્ર સાથે પ્રેંક કોલ કરી શકો છો. આમાં તમારે કોલ દરમિયાન પોતાની અવાજને મહિલા/પુરૂષ, બાળક અથવા કાર્ટૂનની અવાજમાં બદલી શક્શો.આ એપ તમને કોલ દરમિયાન અવાજ સ્વિચ કરવાનું પણ ફીચર આપે છે. તમે કોલ દરમિયાન જ પોતાના અવાજને સતત અલગ અલગ લોકોના અવાજમાં બદલી શકો છો. કોલ કરતા પહેલા તમારે વોઈસ ટેસ્ટ કરવાની પણ સુવિધા છે.


આ એપ દ્વારા તમે ટ્રાફિક જામ, મ્યુઝિક કોન્સર્ટ જેવા બેકગ્રાઉન્ડ અવાજને પણ કોલના સમયે બીજા યુઝર્સને સંભળાવી શકો છો. આને યુઝ કરવા માટે તમારે સૌથી પહેલા પ્લેસ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરવું પડશે. એપ ડાઉનલોડ થયા બાદ તમારો મોબાઈલ નંબર વેરિફિકેશન માટે માગવામાં આવશે. જેમાં તમારે પોતાનો મોબાઈલ નંબર આપવો પડશે.


મોબાઈલ પર એક OTP આવશે. જેને એપમાં નાખી ફોન નંબર વેરિફાઈ કરી શક્શો. ફર્સ્ટ ટાઈમ યુઝરને સાઈન અપ કરવા માટે કેટલાક ફ્રી ક્રેડિટ્સ આપવામાં આવશે. આ ક્રેડિટની મદદથી તમે કોઈ પણ વ્યક્તિને કોલ દરમિયાન અવાજ બદલી શકો છો. ક્રેડિટ ખતમ થઈ જવા પર તમારે ક્રેડિટ ખરીદવા પડશે. આ માટે એપમાં અનેક પ્રકારના સબ્સક્રિપ્શન આપવામાં આવ્યા છે.


(Disclaimer- આ એપનો ઉપયોગ મસ્તી અથવા પ્રેંક માટે જ કરવો. અમારો ઉદ્દેશ્ય આ એપને ખોટા ઉપયોગને પ્રોત્સાહન આપવાનો નથી. એપના ખોટા ઉપયોગ માટે માત્ર યુઝર જવાબદાર રહેશે.)