વોટર આઈડી કાર્ડ ભારતના નાગરિકોને મતદાન કરવાનો અધિકાર આપે છે. પરંતુ અનેકવાર એવું બને કે જાણે અજાણ્યે એવી  ભૂલ થઈ જાય તો તમને તે જેલમાં પહોંચાડી શકે છે. આથી તમારે વોટર કાર્ડ માટે ખુબ સતર્ક રહેવાની જરૂર છે. અમે તમને આજે વોટર આઈડી કાર્ડ વિશે માહિતી આપીશું. તમે જાણી શકસો કે તમે કેવી રીતે વોટર આઈડી કાર્ડનું ઓનલાઈન સ્ટેટસ ચેક કરી શકો અને તેને સરેન્ડર કરવાની ઓનલાઈન પ્રક્રિયા શું ે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થઈ શકે જેલ
વોટર આઈડી કાર્ડને લઈને એકવાત ક્લિયર હોવી જોઈએ કે આ એક સરકારી દસ્તાવેજ છે જે કોઈ નાગરિકને આપવામાં આવે છે. જેથી કરીને તે મતદાનમાં ભાગ લઈ શકે. પરંતુ 2 કે 2થી વધુ વોટર  આઈડી કાર્ડ હોય તો તમને જેલ પણ થઈ શકે છે. આથી તમારે ખુબ સતર્ક રહેવાની જરૂર છે. હકીકતમાં એકથી વધુ વોટર લિસ્ટમાં મતદાર તરીકે રજિસ્ટ્રેશન ગેરકાયદેસર ગણાય છે. 


કેવી રીતે કરાવવું કેન્સલ
જો તમારી સાથે પણ આવું બન્યું હોય કે તમારું નામ મતદાર યાદીમાં બે વાર આવતું હોય તો તમે તે આજે જ કેન્સલ કરાવી શકો છો. આ માટે  તમારે ફોર્મ 7 ભરવું પડશે. તેને તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ભરી શકો છો. તેમાં તમારે બધી જાણકારી ખુબ ધ્યાનથી ભરવાની રહેશે. એકવાર ફોર્મ ભરાયા બાદ તમારે કેટલાક સમય સુધી રાહ જોવી પડશે. 


ઓનલાઈન ટ્રેક કરો સ્ટેટસ
આ ઉપરાંત ચૂંટણી પંચની સાઈટ પર તમને વોટર આઈડી કાર્ડ સંબધિત દરેક જાણકારી મળી શકે છે. અહીં તમે નવું વોટર આઈડી કાર્ડ પણ અપ્લાય કરી શકો છો. આ સાથે જ આ માટે તમારે કઈ અલગ પણ કરવાનું નહીં રહે. બસ અરજી કર્યા બાદ નોર્મલ સ્ટેટસ ચેક કરવાનું રહેશે. જો કે હાલ યૂઝર્સને વોટર આઈડી કાર્ડ મેળવવામાં પરેશાની પણ પડી રહી છે. આવામાં તમે ઓનલાઈન માહિતી મેળવીને આ અંગે ફરિયાદ પણ કરી શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube