How To Clean Washing Machine: વોશિંગ મશીન દરેક ઘર માટે આવશ્યક વસ્તુ બની ચૂક્યા છે. વોશિંગ મશીનમાં ગણતરીની મિનિટોમાં કપડાં ધોવાય અને સાફ થઈ જાય છે. મોટાભાગના ઘરોમાં કપડાં ધોવા માટે વોશિંગ મશીનનો જ ઉપયોગ થાય છે. જો કે કપડાને સાફ અને સ્વચ્છ રાખતા વોશિંગ મશીનને પણ સંભાળની જરૂર પડે છે. જો વોશિંગ મશીનને લઈને કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો થોડા સમય પછી તેમાં કપડાં ધોવાય તો છે પરંતુ સાફ થતા નથી. જેમકે ઘણી વખત તમે અનુભવ્યું હશે કે વોશિંગ મશીનમાં કપડાં ધોવાયા પછી તેમાં ખાસ પ્રકારની સ્મેલ આવતી હોય. આવું ન થાય તે માટે મહિનામાં એક વખત વોશિંગ મશીન ને પણ સાફ કરી લેવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: નાની ઉંમરમાં હાર્ટ એટેકનું આ છે કારણ, લાઈફસ્ટાઈલમાં કરેલા એક ફેરફારથી બચી શકે છે જીવ


વોશિંગ મશીન આપણા કપડાને સાફ અને સુગંધિત રાખે છે. પરંતુ આ વોશિંગ મશીનમાં કપડાં ધોવાયા પછી તેમાંથી વાસ પણ આવી શકે છે જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખો. જેમકે કપડાં ડ્રાયરમાંથી કાઢ્યા પછી તુરંત જ મશીનનું ઢાંકણ બંધ કરી દેશો તો તેમાં ભેજ રહી જશે. નિયમિત રીતે આવું કરવાથી વોશિંગ મશીનમાંથી દુર્ગંધ આવવા લાગે છે. ધીરે ધીરે આ દુર્ગંધ મશીનમાં ધોવાતા કપડામાં પણ બેસી જાય છે. જો તમારા વોશિંગ મશીનમાંથી પણ આવી જ વાસ આવતી હોય તો આજે તમને બે એવી વસ્તુઓ વિશે જણાવીએ જેના ઉપયોગથી તમે વોશિંગ મશીનને સાફ કરી શકો છો અને દુર્ગંધ પણ દૂર કરી શકો છો.


આ પણ વાંચો: 3000 વર્ષ જૂની છે નેલ આર્ટ સ્ટાઇલ, જાણો સૌથી પહેલા કોણે કરી નેલ આર્ટની શરૂઆત


વોશિંગ મશીનને સાફ કરવા માટે બેકિંગ સોડા અને વિનેગરનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી વોશિંગ મશીનનું ટબ અંદરથી અને બહારથી સારી રીતે સાફ થઈ જશે. તેના માટે એક વાટકીમાં 1/4 કપ બેકિંગ સોડા લેવો અને એટલા જ પ્રમાણમાં પાણી મિક્સ કરો. હવે આ મિશ્રણને વોશિંગ મશીનના ડિટર્જન્ટના કન્ટેનરમાં નાખીને વોશિંગ મશીનને એક રેગ્યુલર સાયકલ પર ચલાવો. આવી જ રીતે મશીનને સાફ કરવા માટે તમે વિનેગરનો ઉપયોગ કરી શકો છો. આ વસ્તુઓનો ઉપયોગ કરીને મહિનામાં એક વખત મશીન સાફ કરી લેવાથી મશીન લાંબા સમય સુધી ખરાબ પણ નહીં થાય અને કપડામાંથી વાસ પણ નહીં આવે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)