ઝી બ્યૂરો, અમદાવાદઃ ઈન્ટરનેટ પર ઘણીવાર આપણે I AM NOT A ROBOTનો સામનો કરતા હોય છે. આઈ એમ નોટ અ રોબોટના ચેક બોક્ષને ટિક કરીને વેબસાઈટ પર આગળ વધે છે. પણ શું તમે કોઈ દિવસ વિચાર્યું કે, ચાર શબ્દોનું આ સાધારણ ચેક બોક્ષ જેને કોઈ બોટ નહીં ટિક કરી શકે. પહેલાં તો જાણીએ આ બોટ શું છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


શું હોય છે બોટ?
બોટ એક પ્રકારનું એવું ઓટોમેટેડ કમ્પયૂટર પ્રોગ્રામ છે. જે ઈન્ટરનેટ પર સરળ અને રિપીટેટીવ કામને ખૂબ જ તેજીથી કરે છે. જો ઓનલાઈન ટિકિટ ખરીદીમાં બોટનો ઉપયોગ કરવામાં આવે તો ગણતરીના સેકન્ડમાં જ બોટ તમામ ટિકિટની ખરીદી કરી શકે છે. ઈન્ટરનેટને આવા જ પ્રકારના ઓટોમેટેડ પ્રોગ્રામથી બચાવવા માટે 1997માં કેપચાની શોધ કરવામાં આવી હતી. કેપચામાં એવા આડા આવળા શબ્દોને વાંચીને લખવા પડતા હતા જેને બોટ નહીં વાંચી શકે. આના કારણે બોટ અને માણસમાં ફરક કરવાનું આસાન થઈ ગયું હતું. પરંતુ, જલ્દીથી ટેક્નિકમાં નવીવતા આવી અને બોટ પણ ખુબ આસાનીથી આ કેપચાને વાંચવામાં સક્ષમ થઈ ગયા.


ઓબામા, ટ્રંપ અને બાઈડેન બધા જ કેમ છે મોદીના જબરા ફેન...?  


ત્યારબાદ, ગૂગલના ધ્યાનમાં આવ્યું કે આ બોટ માણસો કરતા પણ વધુ આસાનીથી કેપચાને વાંચવામાં સક્ષમ થઈ રહ્યા છે. જેના પગલે ગૂગલ રિ-કેપચા નામની નવી ટેક્નિક લઈને આવ્યું. આમાં એક ચેક બોક્ષ હોય છે. જેમાં લખેલું હોઈ છે આઈ 'એમ નોટ અ રોબોટ' (I AM NOT A ROBOT). આ ચેક બોક્ષ પર ટિક કરવાથી ખબર પડી જાય છે કે સામે વાળું માણસ છે કે પછી બોટ છે.



જાણો અમેરિકાના રાષ્ટ્રપતિ Joe Biden નો કેટલો હશે પગાર? વાર્ષિક પેકેજ સાંભળીને તમને આવી જશે ચક્કર


બોટ કેમ આ ચેક બોક્ષને ટિક નથી કરી શકતા?
આ ચેક બોક્ષ એક કોડ હોઈ છે. જેના પર ક્લિક કરતાની સાથે જ તે એક્ટિવ થઈ જાઈ છે. આ કોડ આપાણા બ્રાઉઝર અને કમ્પ્યૂટરમાંથી અમુક ડેટા ગૂગલના એડવાન્સ રિસ્ક એનાલીસ્સિ એન્જીનને મોકલે છે. ગૂગલનું AI કઈ વસ્તુઓનું વિશ્લેણ કરે છે. જેમાં ગૂગલ જોઈ છે કે, તમે ચેક બોક્ષ પર ક્લિક કરવા પહેલા માઉસ અથવા તો માઉસ પેડ અથવો તો મોબાઈલ સ્કિનને કેવી રીતે ક્લિક કરી રહ્યા હતા.


ગૂગલનું કહેવું છે કે, ચેક બોક્ષ પાસે માઉસના નાનાથી નાના મુવમેન્ટથી બોટની ઓળખ સંભવ છે. આની સાથે સાથે તમાર કમ્પ્યૂટરનું ટાઈમ ઝોન, લોકેશન, સ્ક્રિન સાઈઝ, સ્ક્રિન રિશોલ્યુશન, આઈ પી એડ્રેસ વગેરેનું વિશ્લેષણ કરે છે. આની સાથે યુઝર ડેટામાં અન્ય બીજી વિગતોની પણ તપાસ કરવામાં આવે છે. જેની માહિતી સુરક્ષા કારણોથી ગૂગલે ગુપ્ત રાખી છે. ટૂંકમાં એવું સમજો કે તમે જ્યારે ચેક બોક્ષ પર ક્લિક કરો છો. ત્યારે, ગૂગલ દરેક એ ડેટાનું વિશ્લેષણ કરે છે જેનાથી જાણી શકાય કે તમ માણસ છો. આટલી જટીલ પ્રોસેસને હાલ માટે ક્રેક કરવું કોઈ પણ બોટ માટે સંભવ નથી. જ્યારે, ગૂગલની AI સિસ્ટમ કોઈ નિર્ણય પર નથી આવતું ત્યારે એક નવું ચેક બોક્ષ ખુલે છે. જેમાં આપવામાં આવેલા ફોટોમાંથી તમારે અમુક ખાસ પોઈન્ટને ઓળખી આગળ વધવાનું હોય છે. ત્યારે, આ ટેક્નોલોજીને બોટ માટે ક્રેક કરવું ખુબ જ મુશ્કેલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube