આજકાલ સ્માર્ટફોનમાં નોર્મલ સિમ કાર્ડની સાથે સાથે e-SIMનો ઓપ્શન પણ આવી ગયો છે. સૌથી વધુ કંપનીઓ ઈ-સીમ તરફ શિફ્ટ થઈ રહી છે. ઘણા લોકો ઈ-સીમનો ઉપયોગ કરવા લાગ્યા છે, જ્યારે અમુક લોકો હજું પણ આ ટેક્નોલોજીથી અજાણ છે. લોકોના મનમાં આ વાતને લઈને કન્ફ્યૂઝન રહે છે કે કયું સીમ સારું રહે છે. નોર્મલ સીમ અને e-SIM માંથી કયું સારું છે, આ જાણવા માટે આવો તમને બન્ને વિશે જણાવીએ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોર્મલ સિમ કાર્ડ


  • ફિજિકલ સિમ કાર્ડ- નોર્મલ સિમ કાર્ડ એક નાનકડું ફિજિકલ કાર્ડ હોય છે જેણે તમે તમારા ફોનમાં લગાવી શકો છો.

  • બદલવું સરળ- જો તમે સિમ બદલવા માંગતા હોય તો સરળતાથી તેણે ફોનમાંથી કાઢીને બીજું સિમ લગાવી શકો છો.

  • તમામ ફોનમાં ઉપલબ્ધ: લગભગ તમામ સ્માર્ટફોનમાં નોર્મલ સિમ કાર્ડનો સ્લોટ હોય છે.

  • નુકસાનનો ખતરો- નોર્મલ સિમ કાર્ડ ખોવાઈ શકે છે અથવા તો તૂટી શકે છે.


ઈ-સિમ (Electronic SIM)


  • ડિજિટલ સિમ- ઈ-સિમ એક ડિજિટલ સિમ છે જે તમારા ફોનના સોફ્ટવેયરમાં હોય છે.

  • ફિજિકલ કાર્ડ નહીં- તેમાં કોઈ ફિજિકલ કાર્ડ હોતું નથી, એટલા માટે ખોવા અથવા તો તૂટવાનો કોઈ ખતરો રહેતો નથી.

  • બદલવું- ઈ-સિમને બદલવા માટે તમારે તમારા નેટવર્ક પ્રોવાઈડરનો સંપર્ક કરવાનો હોય છે.

  • બધા ફોનમાં ઉપલબ્ધ નથી- અત્યારે તમામ ફોનમાં ઈ સિમનો સપોર્ટ નથી.


કયું સિમ છે યોગ્ય વિકલ્પ?


  • કયુ સિમ યોગ્ય છે, તે તમાર જરૂરિયાતો પર નિર્ભર કરે છે.

  • તમારે સિમ વારંવાર લેવું પડે છે- જો તમે ઘણીવાર નવું સિમ લો છો તો ઈ-સિમ તમારા માટે એક સારો ઓપ્શન હોઈ શકે છે કારણ કે તમારે સિમ કાર્ડ બદલવાની ઝંઝટ નહીં થાય.

  • ફોનને ઘણીવાર બદલો છો- જો તમે તમારા ફોનને વારંવાર બદલો છો તો ઈ-સિમ તમારા માટે એક સારો વિકલ્પ હોઈ શકે છે કારણ કે તમારે સિમ કાર્ડ કાઢીને નવા ફોનમાં લગાવવાની જરૂરિયાત નહીં રહે.

  • સુરક્ષિત વિકલ્પ-ઈ-સિમ એક સુરક્ષિત ઓપ્શન હોય છે, કારણ કે તેમાં સિમ કાર્ડ તૂટવાનો કે ખોવાઈ જવાનો ખતરો રહેતો નથી.


  •