કોઈપણ વાહનના ટાયર હમેશા કાળા રંગના જ કેમ હોય છે? જાણો શું છે આના પાછળનું કારણ
તમે જોયું હશે બાઈક હોય કે કાર, ટ્રેક્ટર હોય કે ટ્રક ઈન શોર્ટમાં બુલેટથી લઈને બસ સુધીના તમામ વાહનોમાં ટાયરનો રંગ હંમેશા કાળો જ હોય છે. પણ શું તમે ક્યારેય તેનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો કે આવું કેમ હોય છે. જાણવા જેવું છે રોચક કારણ...
નવી દિલ્લીઃ જ્યારે, પણ આપણે કોઈ ગાડી ખરીદવા જઈએ છે તો અનેક રંગ આપણ દિમાગમાં હોય છે. જેમાંથી એક આપણે લઈએ છે. પણ ટાયર ખરીદતી વખતે આપણી પાસે કોઈ ઓપશન નથી હોતું, તે માત્ર કાળા રંગમાં જ હોય છે. આખરે શું છે આ પાછળનું કારણ? જો તમે પણ એ લોકોમાંથી છો જેમણે કોઈ વખત આ વાત પર ધ્યાન નથી આપ્યું કે ટાયર હમેશા કાળા રંગના કેમ ગોય છે. તો આ સમાચાર તમારા માટે છે. તમને જાણીને આઘાત લાગશે કે ટાયર 125 વર્ષ પહેલા સફેદ રંગમાં બનાવવામાં આવતા હતા.
ટાયર બનાનવાળા રબ્બરનો રંગ હોય છે દૂધિયો સફેદ- જે રબ્બરનો ઉપયોગ ટાયર બનાવવા માટે થાય છે, તેનો રંગ દૂધિયો સફેદ હોય છે. પણ આ પદાર્ધ એટલું મજબૂત નથી હોતું કે એક ઓટોમોબાઈલનો ભાર ખમી શકે અને રોડ પર બેહતર પ્રદર્શન કરી શકે. એટલે જ દૂધિયા સફેદ રબ્બરમાં કોઈ મજબૂત પદાર્ધને એડ કરવામાં આવે છે. કઈ વસ્તુઓનો થાય છે ઉપયોગ? આ દૂધિયા રબ્બરને મજબૂત કરવા માટે બ્લેક કાર્બનને ઉમેરવામાં આવે છે, જેનાથી ટાયરનો રંગ બદલાઈને કાળો થઈ જાય છે. કાર્બનના ઉમેરાથી ટાયરની મજબૂતી અને જીવન બંનેમાં વૃદ્ધી થાય છે. તમને જણાવી દઈએ કે કાર્બનમાં ઓટોમોબાઈલ્સના પાર્ટમાંથી ગરમી દૂર કરવાની ક્ષમતા હોય છે. જેના કારણે જ્યારે પણ રસ્તો ગરમ હોય છે ત્યારે ટાયર ઓગળતા નથી. કાર્બનના હોય છે ઘણા ફાયદા- સાથે જ કાર્બન ટાયર્સને ઓઝોન અને યુવી રેડિએશનના પ્રભાવથી પણ બચાવે છે. ટાયરનું મજબૂત હોવું ડ્રાઈવરની સેફ્ટી માટે પણ ખૂબ જ જરૂરી છે. એટલા માટે ટાયરનું સિલેક્શન કરતી વખતે તેની મજબૂતી, વિશ્વસનીયતા અને જીવનકાલની પરખ કરવું ખુબ જ જરૂરી છે.