Wrong Fuel: કોઈ ઈરાદાપૂર્વક પેટ્રોલ કારમાં ડીઝલ નહીં ભરાવે પરંતુ ભૂલ ગમે તેનાથી થઈ શકે છે. પરંતુ આ ભૂલ મોંઘી અને હાનિકારક સાબિત થઈ શકે છે. તેથી તે જાણવું જરૂરી છે કે જો તમે ભૂલથી પેટ્રોલ કારમાં ડીઝલ ભરાવી લો તો તમારે શું કરવું જોઈએ. પરંતુ તે પણ સમજવું જોઈએ કે પેટ્રોલ કારમાં ડીઝલ ભરાવવાથી શું-શું નુકસાન થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટ્રોલ કારમાં ડીઝલ ભરવાથી એન્જિનને નુકસાન પહોંચી શકે છે, તે સીઝ થઈ શકે છે. ડીઝલની ડેન્સિટી પેટ્રોલના મુકાબલે વધુ હોય છે. તે પેટ્રોલની તુલનામાં ઓછું જ્વલનશીલ હોય છે. ડીઝલ એન્જિનમાં હાઈ પ્રેશર અને તાપમાન પર સળગે છે, જ્યારે પેટ્રોલ એન્જિનમાં ઓછું પ્રેશર અને ઓછું તાપમાન પર સળગે છે. આ બધા કારણ એન્જિન ખરાબ કરી શકે છે.


આ પણ વાંચોઃ Jio નો સુપરહિટ પ્લાન, 1 વર્ષ માટે ફ્રી મળશે Prime Video નું સબ્સક્રિપ્શન, 730GB ડેટા


પેટ્રોલ કારમાં ડીઝલ ભરાવી ચલાવવાથી એન્જિનના સિલેન્ડર, પિસ્ટન અને શોફ્ટને નુકસાન પહોંચી શકે છે. વધુ સમય સુધી ઉપયોગ કરવાથી એન્જિન સીઝ પણ થઈ શકે છે. આમ થવા પર આર્થિક નુકસાન થશે કારણ કે એન્જિન મોંઘુ હોય છે અને તેને રિપેર કરાવવું પડે છે.


પેટ્રોલ એન્જિનમાં ડીઝલ સારી રીતે સળગતું નથી. જેનાથી કાર પરફોર્મંસ પર અસર પડશે. તે ધીમે ચાલશે અને એન્જિનમાંથી અવાજ પણ આવી શકે છે. આ એન્જિનમાંથી ધૂમાડો પણ વધુ નિકળે છે. તેવામાં કાર તત્કાલ બંધ કરી દેવી જોઈએ. 


આ પણ વાંચોઃ આતૂરતાનો અંત, આવી રહી છે દેશની પ્રથમ CNG બાઇક, પેટ્રોલથી અડઘા ખર્ચમાં દોડશે!


જેટલી વહેલી ખબર પડે તે સારૂ!
જો તમે ભૂલથી પેટ્રોલ કારમાં ડીઝલ ભરાવી લો તો તેની માહિતી જેટલી જલ્દી મળે એટલું સારૂ. તેના વિશે જાણકારી મળતા કાર સ્ટાર્ટ ન કરો કે કાર ચાલુ હોય તો બંધ કરી દો. ત્યારબાદ એક્સપર્ટની મદદ લઈને ખોટા ફ્યૂલને બહાર કઢાવી નાખો.


ત્યારબાદ કારને સર્વિસ સેન્ટરથી ચેક કરાવો કારણ કે એકવાર ડીઝલ એન્જિનમાં જતું રહો તો તેને બહાર કાઢવું મુશ્કેલ થાય છે. તેથી તમારે એક્સપર્ટની સલાહ લેવાની જરૂર પડે છે.