નવી દિલ્હીઃ WhatsApp ને સૌથી સુરક્ષિત મેસેજિંગ પ્લેટફોર્મ માનવામાં આવે છે. પરંતુ હવે તેના દાવાની પોલ ખુલી રહી છે. WhatsApp નો  ડેટા લીક થવાના સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે આશરે 84 દેશોના WhatsApp યૂઝર્સના મોબાઇલ નંબર લીક થઈ ગયા છે. આ મોબાઇલ નંબર વેચાણ માટે ઉપલબ્ધ થઈ ગયા છે, જે WhatsApp યૂઝર્સની સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ ખતરનાક છે. તેના કારણે આવનારા દિવસોમાં WhatsApp યૂઝર્સે બેન્ક ફ્રોડ સહિત અન્ય પ્રકારના ફ્રોડનો સામનો કરવો પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યા યૂઝર્સનો ડેટા થયો લીક?
જે દેશોના WhatsApp યૂઝર્સના મોબાઇલ નંબરનો ડેટા લીક થયો છે, તેમાં અમેરિકા, બ્રિટન, ઇજિપ્ત, ઇટલી, સાઉદી અરબ અને ભારત સામેલ છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો ડેટા બ્રીચ છે, જેમાં આશરે 50 કરોડ લોકોનો ડેટા લીક થઈ ગયો છે. Cybernews ના રિપોર્ટ પ્રમાણે હેકિંગ કમ્યુનિટી ફોરમ પર એક પોસ્ટ કરવામાં આવી છે, જેમાં WhatsApp ડેટા વેચાણનો દાવો કરવામાં આવ્યો છે. તેવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 487 મિલિયન વોટ્સએપ મોબાઇલ યૂઝર્સનો 2022 ડેટાબેસ વેચવામાં આવી રહ્યો છે. 


યૂઝર્સ થઈ શકે છે હેકિંગનો શિકાર
રિસર્ચરનો દાવો છે કે 50 કરોડ WhatsApp યૂઝર્સના મોબાઇલ ડેટાને સાઇબર એટેકર્સ ખરીદી શકે છે, જે ડેટાબેસ દ્વારા ફિશિંગ એટેકને અંજામ આપી શકે છે. તેવામાં આવનારા દિવસોમાં WhatsApp યૂઝર્સને અજાણ્યા નંબર પરથી કોલ્સ અને મેસેજ મળી શકે છે. 


આ પણ વાંચોઃ મારૂતિ લાવશે એકથી એક ચઢીયાતી કાર, એકમાં મળશે CNG કિટ, બીજીમાં હાઈબ્રિડ સિસ્ટમ!


ક્યા દેશના કેટલા યૂઝર્સનો ડેટા થયો લીક
ડેટા બેસમાં આશરે 32 મિલિયન અમેરિકી યૂઝર્સનો ડેટા છે. આ રીતે તેમાં 45 મિલિયન ઇજિપ્તના વોટ્સએપ યૂઝર્સનો ડેટા છે. જ્યારે ઇટલીના 35 મિલિયન અને સાઉદી અરબના 29 મિલિયન યૂઝર્સનો ડેટા સામેલ છે. તો ફ્રાન્સના 20 મિલિયન, તુર્કીના 20 મિલિટન યૂઝર્સનો ડેટા સામેલ છે. ડેટાબેસમાં રશિયાના 10 મિલિયન અને યુકેના 11 મિલિયન યૂઝર્સનો ડેટા સામેલ છે. 61 લાખ ભારતીયોનો ડેટા સામેલ હોવાની વાત સામે આવી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube