પેગાસસ બાદ ફરી હેકર્સના નિશાને વોટ્સએપ, આ છે બચવાની રીત
હેકર્સ તમને ઇંફેક્ટેડ વીડિઓ ફાઇલ મોકલીને વોટ્સએપ એકાઉન્ટ હેક કરી શકે છે. આ વીડિયો ફાઇલ MP4 ફોર્મેટમાં હશે. જો તમે તે ફાઇનલને ડાઉનલોડ કરીને પ્લે લરો છો તો હેકર્સ તમારા વોટ્સએપ સહિત ફોનના ડેટાને કંટ્રોલ કરી શકે છે.
નવી દિલ્હીઃ વિશ્વની સૌથી પોપ્યુલર મેસેજિંગ એપ વોટ્સએપ (whatsapp) માટે આ દિવસોમાં મુશ્કેલ સમય ચાલી રહ્યો છે. હાલમાં વોટ્સએપ પર પેગાસસ સ્પાઈવેયર (Pegasus Spyware) એટેક થયો હતો. તેમાંથી બહાર આવ્યા પહેલા વોટ્સએપે (whatsapp) એકવાર ફરી કન્ફર્મ કર્યું છે કે મેસેજિંગ એપ હેકર્સના નિશાના પર છે. વોટ્સએપે કહ્યું, વલનરેબિલિટીને કારણે હેકર્સ તમારા વોટ્સએપ ડેટા અને ફોન ડેટાને કંટ્રોલ કરી શકે છે. આવું પહેલીવાર નથી થયું કે વોટ્સએપની સુરક્ષામાં હેકર્સે છીંડા પાડ્યા છે.
આ રીતે હેક થઈ શકે છે વોટ્સએપ
હેકર્સ તમને ઇંફેક્ટેડ વીડિઓ ફાઇલ મોકલીને વોટ્સએપ એકાઉન્ટ હેક કરી શકે છે. આ વીડિયો ફાઇલ MP4 ફોર્મેટમાં હશે. જો તમે તે ફાઇનલને ડાઉનલોડ કરીને પ્લે લરો છો તો હેકર્સ તમારા વોટ્સએપ સહિત ફોનના ડેટાને કંટ્રોલ કરી શકે છે.
કઈ રીતે કરશો બચાવ
પોતાના વોટ્સએપને હેક થતું બચાવવા માટે તમારે તુરંત તમારી મેસેજિંગ એપને અપડેટ કરવી પડશે. એન્ડ્રોઇડ યૂઝર પ્લે સ્ટોરમાં જઈને અને એપલ આઈફોન યૂઝર એપ સ્ટોરમાં જઈને પોતાની એપ અપડેટ કરી શકે છે.
Redmi K30 2020મા થશે લોન્ચ, કંપનીએ કરી જાહેરાત
પેગાસસ સ્પાઈવેયરનો શિકાર
પેગાસસે આવવાથી વોટ્સએપના એન્ડ-ટૂ-એન્ડ એનક્રિપ્શન પર સવાલ ઉભા થયા છે. એન્ડ-ટૂ-એન્ડ એનક્રિપ્શનનને કારણે વોટ્સએપને ખુબ સુરક્ષિત માનવામાં આવતું હતું કારણ કે થર્ડ પાર્ટી એનકોડેડ મેસેજને જોઈ શકતી નથી. પરંતુ પેગાસસે તેનો પણ તોડ કાઢી લીધો છે. તેનું કારણ છે કે મેસેજના ડીકોડ થવા અને યૂઝરના ફોનમાં આવ્યા બાદ અટેચમેન્ટ સહિત તેને પેગાસસના માધ્યમથી ખુબ સરફળાથી મોનિટરિંગ સર્વર પર અપલોડ કરી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube