WhatsApp થઈ જશે બંધ! આવતા મહિનાથી આ ફોનમાં નહીં ચાલે વોટ્સએપ! તમારી પાસે કયો ફોન છે?
દર વર્ષે વોટ્સએપ ઘણી જૂની ઓપરેટિંગ સિસ્ટમ્સને સપોર્ટ કરવાનું બંધ કરે છે. સપોર્ટ બંધ કરવાનો અર્થ એ છે કે, કેટલાક ડિવાઈસ માટે WhatsAppની નવી અપડેટ્સ બહાર પાડવામાં નથી આવતી. પહેલેથી ઈન્સ્ટોલ કરેલી એપ કામ કરતી રહે છે પરંતુ અપડેટ્સના અભાવે એપને નવી સુવિધાઓ મળતી નથી અને સુરક્ષાનું જોખમ રહે છે. આ વર્ષે 1 નવેમ્બરથી આ ફોનમાં વોટ્સએપની નવી અપડેટ નહીં કરી શકાય. તો ચાલો જોઈએ આવા ફોનની યાદી.
નવી દિલ્હીઃ આ લિસ્ટમાં Huaweiનાં Huawei Ascend G740, Ascend Mate, Ascend D Quad XL, Ascend D1 Quad XL, Ascend P1 S અને Ascend D2 ફોનનો સમાવેશ છે. સોની કંપનીના પણ કેટલાક ફોનનો સમાવેશ આ લિસ્ટમાં છે. જેમકે, Sony Xperia Miro, Sony Xperia Neo L અને Xperia Arc S.
દર વર્ષે વોટ્સએપ ઘણી જૂની ઓપરેટિંગ સિસ્ટમ્સને સપોર્ટ કરવાનું બંધ કરે છે. સપોર્ટ બંધ કરવાનો અર્થ એ છે કે, કેટલાક ડિવાઈસ માટે WhatsAppની નવી અપડેટ્સ બહાર પાડવામાં નથી આવતી. પહેલેથી ઈન્સ્ટોલ કરેલી એપ કામ કરતી રહે છે પરંતુ અપડેટ્સના અભાવે એપને નવી સુવિધાઓ મળતી નથી અને સુરક્ષાનું જોખમ રહે છે. આ વર્ષે 1 નવેમ્બરથી આ ફોનમાં વોટ્સએપની નવી અપડેટ નહીં કરી શકાય. તો ચાલો જોઈએ આવા ફોનની યાદી.
Android ઉપકરણોની સૂચિ-
જો તમારી પાસે એન્ડ્રોઈડ વર્ઝન 4.0.4 વાળો જૂનો ફોન છે, તો 1 નવેમ્બર પછી તમારા ફોન પર WhatsApp નહીં ચાલે. આ યાદીમાં Samsung Galaxy Trend Lite, Galaxy Trend II, Galaxy SII, Galaxy S3 mini, Galaxy Xcover 2, Galaxy Core અને Galaxy Ace 2 ફોનનો સમાવેશ થાય છે. અન્ય ફોન વિશે વાત કરીએ તો, સૂચિમાં LGs Lucid 2, LG Optimus F7, LG Optimus F5, Optimus L3 II Dual, Optimus F5, Optimus L5, Optimus L5 II, Optimus L5 Dual, Optimus L3 II, Optimus L7, Optimus L7 નો સમાવેશ થાય છે. II ડ્યુઅલ, Optimus L7 II, Optimus F6, Enact, Optimus L4 II Dual, Optimus F3, Optimus L4 II, Optimus L2 II, Optimus Nitro HD, 4X HD, Optimus F3Qમાં વોટ્સએપનું નવુ વર્ઝન અપડેટ નહીં થઈ શકે.
ZTE ગ્રાન્ડ એસ ફ્લેક્સ, ZTE V956, ગ્રાન્ડ એક્સ ક્વાડ V987 અને ZTE ગ્રાન્ડ મેમોના નામ આ યાદીમાં સામેલ છે. લિસ્ટમાં Huaweiનાં Huawei Ascend G740, Ascend Mate, Ascend D Quad XL, Ascend D1 Quad XL, Ascend P1 S અને Ascend D2 ફોનનાં નામ શામેલ છે. કેટલાક Sony કંપનીના ફોન પણ આ યાદીમાં છે. જે Sony Xperia Miro, Sony Xperia Neo L અને Xperia Arc S છે.
iOS ડિવાઈસ-
iOSની વાત કરીએ iOS 10 અને તેથી ઉપરના તમામ વર્ઝનમાં કામ કરશે. જો કોઈની પાસે આઈફોન છે જેમાં iOS 9 છે, તો 1 નવેમ્બરથી WhatsApp તેમાં કામ નહીં કરે. આ યાદીમાં iPhone 6S, iPhone 6S Plus, Apple iPhone SE 1 વગેરેનો સમાવેશ થાય છે.
KaiOS ડિવાઈસ-
તમે જાણો છો કે Jio Phone અને Jio Phone 2 સિવાય, ઘણા Nokia ફોનમાં પણ KaiOS આપવામાં આવ્યું છે. KaiOS 2.5.0 અથવા તેનાથી ઉપરનું વર્ઝન ધરાવતા આ ફોનમાં WhatsApp સપોર્ટ કરવામાં આવશે. JioPhone અને JioPhone 2 માં WhatsApp નું સપોર્ટ ચાલુ રહેશે.