નવી દિલ્હી: ફેસબુકની સ્વામિત્વવાળી કંપની WhatsApp એ Ezetapના કો-ફાઉંડર અને સીઇઓ અભિજીત બોસને કંટ્રી હેડ નિયુક્ત કર્યા છે. બોસ ભારતમાં ગુરૂગ્રામ સ્થિત ઓફિસમાં પોતાની નવી ટીમ ઉભી કરશે. WhatsApp ભારતમાં ફેક ન્યૂઝ અને મિસ ઇંફોર્મેશન પર લગામ કસવા માટે નવી ટીમ ઉભી કરવાના હતા. ગત કેટલાક મહિનાઓમાં ભારત સરકારે ફેક ન્યૂઝના મુદ્દે બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આકરી ઝાટકણી કાઢી હતી. જેમનું આ કંપનીઓ પર ખૂબ દબાણ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ છે અભિજીત બોસ?
અભિજીત બોસ મોબાઇલ પેમેંટ પ્લેટફોર્મ Ezetapના સીઇઓ અને કો-ફાઉંડર રહી ચૂક્યા છે. સાથે જ તે હાર્વડ બિઝનેસ યૂનિવર્સિટી અને કોરનેલ યૂનિવર્સિટીમાંથી બિઝનેસ ગ્રેજ્યુએટ રહી ચૂક્યા છે. 


તાજેતરમાં જ કંપનીએ ભારતમાં એપને લઇને આવી રહેલી સમસ્યાઓ વિશે જણાવ્યું નહી. કંપની બ હારત જેવા મોટા યૂજર્સવાળા દેશમાં પોતાની પકડને મજબૂત કરવા માંગે છે. બોસનું કામ દેશમાં મોટા અને નાના લેવલ પર યૂજર્સને એંટરટેન કરવાનું હશે. તમને જણાવી દઇએ કે વોટ્સઅપની રેગ્યુલર મેસેજિંગ એપ ઉપરાંત વોટ્સએપ બિઝનેસ એપ પણ છે જેનો ઉપયોગ બિઝનેસ વધારવા માટે કરવામાં આવે છે. 


વોટ્સ એપના સીઇઓ Matt Idema એ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે ''ભારત એક ઝડપથી વધી જતી ડિજિટલ ઇકોનોમી છે અને બોસ એક સફળ બિઝનેસમેન રહી ચૂક્યા છે. તેમણે ખબર છે કે કયા પ્રકારે કોનટેક્ટનો ઉપયોગ કરીને મિનિંગફૂટ પાર્ટનરશિપ કરીને બિઝનેસ વધારી શકાય છે.'' તેમણે આગળ કહ્યું કે ''વોટ્સએપ ભારતના ઇકોનોમિક ગ્રોથમાં એક સ્પેશિયલ અને મોટો ભાગીદાર છે. વોટ્સએપ દેશના લાખો લોકોની જીંદગીને પ્રભાવિત કરે છે અને તેમને એક્ટિવલી નવા ડિજિટલ ઇકોનોમી સાથે એંગેજ થવાની તક પુરી પાડે છે.