WhatsApp New Feature: ઈન્સટેન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp એ કેટલાક નવા ફીચર્સ રજૂ કર્યાં છે, જે યુવાઓને ખુબ પસંદ આવશે. આ ફીચરની મદદથી યુઝર્સ વીડિયો કોલને વધુ રસપ્રદ બનાવી શકે છે. યુઝર્સ હવે વીડિયો કોલ દરમિયાન કસ્ટમ બેકગ્રાઉન્ડ અને ફિલ્ટર્સ લગાવી શકશે. તેનાથી યુઝર્સ વીડિયો કોલ કે ગ્રુપ કોલને વધુ ક્રિએટિવ અને રસપ્રદ બની જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CEO Mark Zuckerberg એ કરી પોસ્ટ
Meta ના સીઈઓ Mark Zuckerberg એ પોતાની WhatsApp ચેનલ પર એક પોસ્ટ કરતા કેટલાક ફિલ્ટર અને બેકગ્રાઉન્ડ ઈફેક્ટ્સ શેર કરતા લખ્યું- વીડિયો કોલ માટે કેટલાક નવા ફિલ્ટર્સ અને બેકગ્રાઉન્ડ રોલ આઉટ કરી રહ્યું છે, તે માટે તેને ટેસ્ટ કરવું પડ્યું.


લેટેસ્ટ WhatsApp અપડેટમાં 10 ફિલ્ટર્સનો સમાવેશ થાય છે જેમાં વોર્મ, કૂલ, બ્લેક એન્ડ વ્હાઇટ, લાઇટ લીક, ડ્રીમી, પ્રિઝમ લાઇટ, ફિશયે, વિન્ટેજ ટીવી, ફ્રોસ્ટેડ ગ્લાસ અને ડ્યૂઓ ટોનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 10 નવા બેકગ્રાઉન્ડ વિકલ્પો પણ છે, જેમાં બ્લર, લિવિંગ રૂમ, ઓફિસ, કેફે, પેબલ્સ, ફૂડી, સ્મૂશ, બીચ, સનસેટ, સેલિબ્રેશન અને ફોરેસ્ટનો સમાવેશ થાય છે. વધુમાં, યુઝર્સ કોલ્સ દરમિયાન પિક્ચર ક્વોલિટી વધારવા માટે ટચ-અપ્સ અને લો-લાઇટ ફિલ્ટર્સનો ઉપયોગ કરી શકે છે, જે વિડિયો ચેટ્સને સ્પષ્ટ અને વધુ આકર્ષક બનાવે છે.


આ પણ વાંચોઃ શિયાળો આવતા પહેલા કારમાં કરાવી લો આ 5 કામ, ઠંડીની સીઝનમાં ટનાટન આપશે માઇલેજ


WhatsApp વીડિયો કોલ દરમિયાન આ ફીચર્સનો ઉપયોગ કઈ રીતે કરશો
WhatsApp પર એક વીડિયો કોલ શરૂ કરો અને પોતાના સ્માર્ટફોનની ઉપર જમણા ખૂણાથી ઈફેક્ટ આઈકોન પર ક્લિક કરો. અહીં તમે બેકગ્રાઉન્ડ અને ઈફેક્ટને પસંદ કરી શકો છો. આ ફીચર Android અને iOS સ્માર્ટફોન યુઝર્સ માટે રોલઆઉટ થઈ રહ્યું છે. જો તમે વોટ્સએપ પર વીડિયો કોલ દરમિયાન નવા ફિલ્ટર્સ અને સ્ટીકરોનો ઉપયોગ કરવા માંગતા હોવ તો તમારે WhatsAppનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરવું જોઈએ.