WhatsApp માં આવશે જબરદસ્ત ફીચર, ભૂલ ભરેલા મેસેજને એડિટ કરી શકાશે
WhatsApp edit message feature : વ્હોટ્સએપ લાવી રહ્યું છે નવું ફીચર... સેન્ડ થયેલા મેસેજને કરી શકશો એડિટ... ફીચર પર ચાલી રહ્યું છે ટેસ્ટિંગ
WhatsApp New Feature : જો તમે વ્હોટ્સએપ પર મેસેજ કરો છો, અને મેસેજ સેન્ડ થયા બાદ તમને ખબર પડે કે, મેસેજમાં ટાઇપિંગ એરર છે, જેના લીધે ક્યારેક અર્થનો અનર્થ પણ થઇ જતો હોય છે. તો તમારી સ્પેલિંગ મિસ્ટેકથી સામી વ્યક્તિ પર તમારી ઈમેજ બગડે છે. પરંતુ જો હવે ભૂલવાળો મેસેજ થયો હોય તો હવે ડરવાની જરૂર નથી. વ્હોટ્સએપ એક નવું ફિચર લાવી રહ્યું છે. જેમાં સેન્ડ થઇ ગયેલા મેસેજને પણ એડિટ કરી શકશો. WA બિટા ઇન્ફોના રિપોર્ટ મુજબ મેસેજ એડિટનું ફિચર જલ્દી જ બીટા વર્ઝનમાં આવી શકે છે. આ પહેલા મેસેજ ડિલીટ કરવાનો ઓપ્શન મળતો હતો. જો કે હાલ મેસેજ એડિંટીંગના ફિચર પર ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. બની શકે કે, જલ્દી જ આગામી કેટલાક અપડેટમાં તમને આ સુવિધા મળી રહેશે.
Apple એ હાલમાં જ તમામ iPhone યુઝર્સ માટે પોતાનુ લેટેસ્ટ iOS 16 વર્ઝન રોલ આઉટ કર્યું છે. જેનાથી નિફ્ટી ફીચર્ચનું એક ગ્રૂપ તૈયાર કર્યું છે. જે એ લોકો માટે વરદાનરૂપ છે, જે વારંવાર ટાઈપો કરે છે, અથવા ભૂલથી મેસેજ કરે છે. IOS 16 ના આવવાની સાથે iPhone યૂઝર પણ મોકલાયેલા મેસેજમાં ચેન્જિસ કરી શકે છે. એટલુ જ નહિ, આ મેસેજ તે પોતાને પણ મોકલી શકે છે. હવે વોટ્સએપ એક જેવી સુવિધા લાવવા માટે કામ કરી રહ્યું છે. વોટ્સએપ અપડેટ ટ્રેકર, Wabetainfo એ પુષ્ટી કરી છે કે વોટ્સએપ હવે ડેસ્કટોપ એપના ભવિષ્યમાં અપડેટમાં મેસેજને મોકલવાની ક્ષમતા પર કામ કરી રહ્યું છે. આ ફીચરને હાલના એન્ડ્રોઈડ બીટમાં શોધવામાં આવ્યું છે.
આ પણ વાંચો : રક્તરંજિત મંગળવાર : વડોદરા હાઈવે પર બસ-ટ્રેલર અકસ્માતમાં 6 મુસાફરોના મોત
WabetaInfo એ એક બ્લોગપોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે કે, લાંબા સમયથી એડિટ ફીચર પર અમારી નજર હતી. પરંતુ હવે જલ્દી જ નવું ફીચર રોલઆઉટ થવા જઈ રહ્યું છે. નવું ફીચર તમને મેસેજ એડિટ કરવા દેશએ. વોટ્સએપ એપમાં પણ તેને લાગુ કરી શકાશે.
જલ્દી આવશે ફીચર
વોટ્સએપ ટ્રેકરે એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જે બતાવે છે કે વોટ્સએપ એક ન્યૂ વ્યૂ ડેવલપ કરી રહ્યું છે. જે લોકોને તે ટેક્સમાં જવા દે છે. જે ભૂલથી મોકલવામાં આવેલો મેસેજ છે. જોકે, આ ફીચર ક્યારે આવશે તેની હજી જાણ કરવામાં આવી નથી.
એડિટ હિસ્ટ્રી નહિ આવે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, એક એડિટ હિસ્ટ્રી ઉપલબ્ધ ન થવી જોઈએ. પરંતુ જોકે આ સુવિધા વિકાસ અંતર્ગત છએ, તેથી તેને ભવિષ્યમાં જલ્દીથી લાગુ કરવામાં આવશે.