નવી દિલ્હી: ઇંસ્ટંટ મેસેજિંગ સર્વિસ WhatsApp પોતના યૂજર્સ માટે સતત કોઇને કોઇ અપડેટ લાવતું રહે છે. તેના હેઠળ વોટ્સઅપ યૂજર્સ માટે વધુ એક નવું ફીચર કંપનીએ રજૂ કર્યું છે. વોટ્સઅપ બીટા યૂજર્સ માટે રોલઆઉટ થયેલા આ ફીચરમાં યૂજર્સને ફિંગરપ્રિંટ લોક ફીચર મળી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફીચરની મદદથી યૂજર્સની પ્રાઇવેસી અને સિક્યોરિટી થઇ જશે અને તેનું વોટ્સઅપ પહેલાંથી  વધુ સેફ રહેશે. બીટા યૂજર્સને આ અપડેટ વર્જન નંબર 2.19.3 દ્વારા આપવામાં આવી રહ્યું છે. WhatsApp નું આ નવું ફીચર ઘણી હદે આઇઓએસ માટે જાહેર કરવામાં આવેલા ઓથેંટિકેશન ફીચર જેવું જ છે. આ ફીચર આવ્યા બાદ iPhone યૂજર્સ પોતાના વોટ્સઅપ ટચ આઇડી અને ફેસ આઇડીથી સિક્યોર કરી શકે છે.    

Samsung અને Xiaomi એ મળીને લોન્ચ કર્યો દુનિયાનો પહેલો 108MP કેમેરા સેન્સરવાળો ફોન


ફિંગરપ્રિંટ સ્કેનરવઆળો ફોન હોવો જરૂરી
આ ફીચરને પોતાના વોટ્સઅપમાં ઉપયોગ કરવા માટે તમારી પાસે ફિંગરપ્રિંટ સ્કેનરવાળો ફોન હોવો જરૂરી છે. એંડ્રોઇડ (Android) માં આ ફીચર ડિવાઇસમાં ઉપલબ્ધ ફિંગરપ્રિંટ સેંસર દ્વારા કામ કરશે. વોટ્સઅપના અપડેટ પર નજર રાખનાર વેબસાઇટ WABetaInfo એ પણ કન્ફર્મ કરી દીધું છે કે WhatsApp યૂજર હવે પોતાના એકાઉન્ટને ફિંગરપ્રિંટ સિક્યોરિટી દ્વારા વધુ મજબૂત કરી શકશે. 

સ્વતંત્રતા દિવસને લઇ Flipkart પર Mi Days સેલ, સ્માર્ટફોન્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ


WhatsApp ના 2.19.3 વર્જનમાં આ ફીચરને અપડેટ કરવામાં આવ્યું છે. અપડેટ કર્યા બાદ આ ફીચરને યૂજર્સ એપના પ્રાઇવેસી સેક્શનમાં 'ઓથેંટિકેશન' નું એક નવું ઓપ્શન જોવા મળશે. આ ઓપ્શનને ક્લિક કર્યા બાદ બીટ યૂજર્સ સામે એક સ્ક્રીન ઓપન થશે અહીં તેને પોતાના ફોનમાં રજિસ્ટર્ડ ફિંગરપ્રિંટને વેરિફાઇ કરાવવી પડશે. વેરિફિકેશન બાદ યૂજર્સ જ્યારે ફરીથી વોટ્સઅપ ઓપન ક્રશો તો તેને ફિંગરપ્રિંટ સ્કેન કરવાની જરૂર પડશે. જો તમે વોટ્સઅપ બીટા યૂજર છો તો તમે પણ આ ફીચરને બીજા યૂજર્સ પહેલાં ઉપયોગ કરી શકો છો. જોકે તેમાં થોડા બગ્સ હોય છે, પરંતુ સામાન્ય રીતે યૂજર જલડી નોટીસ કરી શકતા નથી.