નવી દિલ્હી: ફેસબુક (Facebook)ના સ્વામિત્વવાળા સોશિયલ મેસેજિંગ એપ વોટ્સઅપ બિઝનેસ (Whatsapp Business) પર જલદી જ એક કમાલનું ફીચર લોન્ચ થવાનું છે. અત્યારે આ ફીચર ડેવલોપમેન્ટના સ્ટેજ પર છે. આ ફીચરની મદદથી યૂઝર્સ ચેટ દ્વારા જ પોતાની બધી શોપિંગ કરી લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે કામ કરશે આ ફીચર
માશાબેલના રિપોર્ટ અનુસાર બિઝનેસ એકાઉન્ટ યૂઝર્સ પોતાના ગ્રાહકોને સીધી પ્રોડક્ટનું કેટલોગ ચેટ વિંડો પર આપી શકશે. આ કેટલોગને જોયા પછી યૂઝર્સે ચેટ દ્વારા શોપિંગનું ઓપ્શન પણ આપવામાં આવશે. તેના માટે વિંડો પર એક ચેટ બટન ઓપ્શન આપવામાં આવશે. 


બિઝનેસ એકાઉન્ટ ગ્રાહકોને ચૂકવવો પડશે ચાર્જ
વોટ્સઅપએ તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે તે બિઝનેસ એકાઉન્ટ પર ચાર્જ લગાવશે. જોકે અન્ય યૂઝર્સ માટે આ મફત રહેશે. 


જલદી લઇને આવી રહ્યું ફેસ અનલોક ફીચર
વોટ્સઅપને ટ્રેક કરનાર વેબસાઇટ WABetainfoના અનુસાર જલદી જ એંડ્રોઇડ માટે ફેસ અનલોક ફીચર લાવવામાં આવશે. Pixel 4 યૂઝર્સ માટે નવું ફીચર ખૂબ મદદગાર થશે કારણ કે આ ડિવાઇસ વિના ફિંગરપ્રિંટ સેન્સર આવે છે અને આ ફક્ત ફેશિયલ રિકગ્નિશનને સપોર્ટ કરે છે. એકવાર આ સુવિધા આવ્યા પછી 'ફિંગરપ્રિંટ લોક' સેટિંગને ફરીથી સામાન્ય બાયોમેટ્રિક લોકમાં બદલી દેવામાં આવશે. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube