Whatsapp પર મળવા લાગ્યું મજેદાર ફીચર, તમે આ રીતે કરી શકો છો ઉપયોગ
મેસેજિંગ પ્લેટફોર્મ Whatsapp લાંબા સમયથી કમ્યુનિટીઝ ફીચર પર કામ કરી રહ્યું હતું અને હવે તેને દરેક યૂઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું છે. તમે સરળતાથી કમ્યુનિટીઝ બનાવી શકો છો અને તેનો ભાગ બની શકો છો.
નવી દિલ્હીઃ આશરે બે સપ્તાહ પહેલા વોટ્સએપે Communities ફીચરની જાહેરાત કરી હતી અને હવે તેને એન્ડ્રોયડ, iOS અને વેબ યૂઝર્સ માટે રોલઆઉટ કરી દેવામાં આવ્યું છે. આ નવા ફીચરની મદદથી ઘણા ગ્રુપ્સને આપસમાં કનેક્ટ કરી શકાશે અને તેને મેનેજ કરવા સરળ થઈ જશે. તેનો ઈદારો એક જેવી પસંદના લોકો અને ગ્રુપ્સને એક સાથે લાવવાનો છે.
મેટા સીઈઓ માર્ક ઝુકરબર્ગે કમ્યુનિટીઝને લઈને કહ્યું- આજે અમે નવા વોટ્સએપ ફીચર સાથે જોડાયેલું પોતાનું વિઝન શેર કરતા ઉત્સાહિત છીએ, જેને કમ્યુનિટીઝ નામ આપવામાં આવ્યું છે. વર્ષ 2009માં વોટ્સએપ લોન્ચ થયા બાદ અમારૂ ફોકસ તે વાત પર છે કે અમે કઈ રીતે મિત્રો અને પરિવારના લોકોની સાથે કન્વર્સેશન સારૂ બનાવી શકીએ, પછી ભલે તે કોઈ વ્યક્તિગત સાથે હોય કે ગ્રુપ સાથે.
આ રીતે કામ કરે છે નવું કમ્યુનિટીઝ ફીચર
વોટ્સએપનું નવું કમ્યુનિટીઝ ફીચર ગ્રુપ જેવું છે, પરંતુ તમે ઘણા યૂઝર્સ અને ગ્રુપ્સને તેમાં જોડી શકો છો. વોટ્સએપ ગ્રુપમાં માત્ર એક કન્વર્સેશનનો ભાગ બની શકાય છે, તો કમ્યુનિટીઝની સાથે એક જેવા પસંદ-નાપસંદવાળા ઘણા ગ્રુપ્સને એક સાથે લાવી શકાશે. એટલે કે રિલેટેડ ગ્રુપ્સમાં ચેટિંગ કરવું અને એકબીજા સાથે જોડાવું સરળ થઈ જશે.
આ પણ વાંચોઃ Royal Enfield ની પહેલી Electric Bike ક્યારે થશે લોન્ચ, કંપનીએ જણાવી દીધી ફાઇનલ તારીખ
આ રીતે ક્રિએટ કરો કમ્યુનિટીઝ
આઈફોન યૂઝર્સને કમ્યુનિટી ટેબ ચેટ્સની જમણી તરફ દેખાડવામાં આવી રહ્યું છે. તો વોટ્સએપ વેબમાં સ્ક્રીન પર જમણી તરફ ઉપર આ વિકલ્પ જોવા મળે છે. એન્ડ્રોયડ યૂઝર્સને પણ નવું ફીચર એક નવા ટેબમાં જોવા મળી રહ્યું છે. કમ્યુનિટી ક્રિએટ કરવા માટે તમારે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
1. સૌથી પહેલા વોટ્સએપ ઓપન કરો અને કમ્યુનિટી ટેબ પર ટેપ કરો.
2. હવે તમારે કમ્યુનિટીનું નામ અને ડિસ્ક્રિપ્શન લખ્યા બાદ પ્રોફાઇલ ફોટો લગાવવો પડશે. તેનું નામ 24 કેરેક્ટર્સથી વધુ ન હોઈ શકે અને ડિસ્ક્રિપ્શન વિશે જણાવવું પડશે.
3. ગ્રીન એરો આઇકન પર ટેપ કરી તમે કોઈ વર્તમાન ગ્રુપને કમ્યુનિટીનો ભાગ બનાવી શકશો કે પછી નવું ગ્રુપ ક્રિએટ કરી શકશો.
4. કમ્યુનિટીમાં ગ્રુપ એડ કર્યા બાદ અંતમાં ગ્રીન ચેક આઇકન પર ટેપ કરવું પડશે.
કમ્યુનિટી માટે નક્કી કરવામાં આવ્યો નિયમ
ધ્યાનમાં રહે કે યૂઝર્સ એનાઉન્સમેન્ટ ગ્રુપ સિવાય વધુમાં વધુ 50 ગ્રુપ્સને કોઈ એક કમ્યુનિટીનો ભાગ બનાવી શકે છે. તો એનાઉન્સમેન્ટ ગ્રુપમાં 5000 મેમ્બર્સ સુધી સામેલ કરી શકાય છે અને કોઈપણ કમ્યુનિટી મેમ્બર તેની સાથે જોડાયેલા ગ્રુપ્સ જોઈન કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube