નવી દિલ્હીઃ WhatsApp પોતાના યૂઝર્સનો અનુભવ મજબૂત બનાવવા માટે એક નવા અપડેટ પર કામ કરી રહ્યું છે, તેના આવ્યા બાદ તમે કોઈપણ મેસેજને ડિલીટ કરી શકશો. WhatsApp ડિલીટ ફોર એવરીવન ફીચર  (Delete For Everyone Feature) ની સમય મર્યાદા હાલના એક કલાક, આઠ મિનિટ અને 16 સેકેન્ડથી વધારી બે દિવસ અને 12 કલાક કરવા પર કામ કરી રહ્યું છે. તેનો ફાયદો તે થશે કે જો તમે કોઈને ખોટો મેસેજ મોકલ્યો છે તો તમે બે દિવસ બાદ પણ ડિલીટ કરી શકશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

WABetaInfo ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ફેરફાર WhatsApp બીટા વર્ઝન 2.22.410 જોવામાં આવ્યો છે અને બાદમાં એપના સ્ટેબલ વર્ઝનમાં આવી શકે છે. હજુ સુધી આ ફીચર ઉપલબ્ધ નથી, ત્યાં સુધી કે બીટા ટેસ્ટર માટે પણ નથી. આ પ્રથમવાર નથી જ્યારે સમય મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે, WhatsApp એ પહેલાં પણ કોઈ મેસેજને ડિલીટ કરવાની સમય મર્યાદામાં ફેરફાર કર્યો છે. 


બીજા શબ્દોમાં તેનો અર્થ છે કે યૂઝર્સને કોઈપણ મેસેજને કાયમી રૂપથી હટાવવા માટે અઢી દિવસનો સમય મળશે. મહત્વનું છે કે WhatsApp એ પાછલા વર્ષે નવેમ્બરમાં પોતાની સમય મર્યાદા સાત દિવસ સુધી વધારવાની યોજના બનાવી હતી. WABetaInfo નો રિપોર્ટ છે કે સાત દિવસથી વધુ કરવું યોગ્ય નહીં હોય, કારણ કે લોકો તે મેસેજને હટાવવા નહીં ઈચ્છે જે એક સપ્તાહ પહેલાં મોકલી ચુક્યા છે.