નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસથી ભારતના વોટ્સએપ યૂઝર્સને આંતરરાષ્ટ્રીય નંબરોથી ફ્રોડ કોલ આવી રહ્યાં છે. ભારતના યૂઝર્સ આ પ્રકારના ઓડિયો અને વીડિયો કોલના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. નોંધનીય છે કે 487 મિલિયન વોટ્સએપ યૂઝર્સ છે, જેમાં મોટા ભાગના ભારતીય યૂઝર્સ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો આ ફેક વોટ્સએપ કોલને ધ્યાનમાં લેતા છેલ્લા કેટલાક દિવસથી વોટ્સએપ યૂઝર્સને આંતરરાષ્ટ્રીય નંબરોથી ફ્રોડ કોલ આવી રહ્યાં છે. ભારતના યૂઝર્સ આ પ્રકારના ઓડિયો અને વીડિયો કોલના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર પણ શેર કરી રહ્યાં છે. તો આ ફ્રોડ વોટ્સએપ કોલ પર ધ્યાન આપતા વોટ્સએપના પ્રવક્તાએ નિવેદન જાહેર કર્યું છે. 


આંતરરાષ્ટ્રીય નંબરોથી આવનાર  ફેક કોલની ફરિયાદ બાદ વોટ્સએપે પોતાના ભારતીય યૂઝર્સને આવા શંકાસ્પદ એકાઉન્ટને બ્લોક કરી રિપોર્ટ કરવા માટે કહ્યું છે. ઘણા ભારતીય યૂઝર્સની ફરિયાદ છે કે તેને પૂર્વ એશિયા અને આફ્રિકા જેવા દેશોથી વધુ કોલ આવી રહ્યાં છે. 


યૂઝર્સની ફરિયાદ છે કે આવા કોલની સંખ્યા કેટલાક દિવસથી વધી ગઈ છે. આવા યૂઝર્સને સ્ક્રીનશોટ ઓનલાઇન શેર કરવાની સલાહ આપવામાં આવી છે. પ્રવક્તાએ ગુરૂવારે જારી નિવેદનોમાં કહ્યું કે, આ એકાઉન્ટ્સને વોટ્સએપને રિપોર્ટ કરવા માટે ખુબ જરૂરી છે. જેથી અમે તેના વિરુદ્ધ કાર્યવાહી કરી શકીએ અને તેને પ્રતિબંધિત કરી શકીએ. 


પ્રવક્તાએ મેસેજિંગ પ્લેટફોર્મના યૂઝર્સને સલાહ આપી છે કે તે એપ પર સીક્રેટ કંટ્રોલનો ઉપયોગ કરે અને માત્ર પોતાના કોન્ટેન્ટને પર્સનલ ડિટેલ દેખાડી પોતાના એકાઉન્ટને સુરક્ષિત કરે. 


કંપનીના પ્રવક્તાએ તે પણ કહ્યું કે, યૂઝર્સને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ટૂલ વિશે જાણકારી આપવા માટે સુરક્ષા અભિયાન શરૂ કરવામાં આવશે, જે ઓનલાઇન કૌભાંડ, છેતરપિંડી અન્ય ખતરાથી બચાવવામાં મદદ કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube