Whatsappની ખાસ વાત એ છે કે તે યૂઝર્સને ફ્રેન્ડ્ઝ અને ફેમિલીથી કનેક્ટ રહેવા માટે સરળ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવે છે. આ માટે યૂઝર્સ ફોટો, વીડિયો, લોકેશન શેર કરવાની સાથે સાથે ઓડિયો અને વીડિયો કોલિંગ પણ કરી શકે છે. આ જ કારણ છે કે દુનિયાભરમાં વોટ્સએપ યૂઝર્સની સંખ્યા 150 કરોડ પાર પહોંચી ગઈ છે. કંપની પણ યૂઝર્સના એપ એક્સપીરિયન્સીસને વધુ સારા બનાવવા માટે ફીચર્સ એડ કરતી રહે છે. આવું જ એક ફીચર હવે આવી રહ્યું છે અને તે છે ડાર્ક મોડ. વોટ્સ એપના ડાર્ક મોડ ફીચરની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. હવે જોવાનું એ રહેશે કે કંપની કેટલું જલદી આ ફીચર લોન્ચ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સેટિંગમાં મળશે ઓપ્શન
વોટ્સએપના ફીચર અને અપડેટ્સને ટ્રેક કરનારી વેબસાઈટ WABetaInfo નું માનીએ તો આ ફીચર વોટ્સએપના બીટા વર્ઝન 2.19.282ની સાથે યૂઝર્સ સુધી પહોંચવા લાગ્યું છે. આ બીટા વર્ઝનમાં થીમ સેટિંગ માટે એક નવું સેક્શન આપવામાં આવ્યું છે. થીમ સેટિંગ ઓપ્શનને વોટ્સએપ સેટિંગ્સમાં જઈને એક્સેસ કરી શકાય છે. અહીં યૂઝર વોટ્સએપની થીમ બદલી શકે છે. અહીં યૂઝર માટે અલગ અલગ મોડ આપવામાં આવ્યાં છે. જેનાથી થીમને બદલી શકાય છે. અહીં વોટ્સએપમાં પહેલેથી આવતો લાઈટ મોડ પણ છે. 



એન્ડ્રોઈડ થીમ ઓટોમેટિક સેટ કરશે
જો એન્ડ્રોઈડ યૂઝરે કોઈ ફોનની કોઈ થીમને બાય ડિફોલ્ટ સેટ કરી હશે તો વોટ્સએપ તેને ઓટોમેટિકલી સેટ કરી લેશે. કહેવાય છે કે ફોન બાય ડિફોલ્ટ ઈન્વર્ટ કલર્સને સેટ કરવાથી વોટ્સએપ યૂઝરને ડાર્કક મોડ મળશે. 


જુઓ LIVE TV



ફીચર પર કામ ચાલુ
WABetaInfoએ જણાવ્યું છે કે ડાર્ક થીમને ઓન કરવા પર એપ બ્લુ નાઈટ કલરમાં બદલાઈ જાય છે. વેબસાઈટે જણાવ્યું કે કંપની હજુ આ ફીચર પર કામ કરી રહી છે. આથી ડાર્ક મોડ વોટ્સએપના તમામ એલિમેન્ટ્સને સપોર્ટ કરતું નથી. 



(તમામ તસવીરો- સાભાર wabetainfo)


વોટ્સએપમાં આપોઆપ મેસેજ થશે ગાયબ
હાલમાં જ વોટ્સએપના બીટા વર્ઝનમાં એક નવું ફીચર સ્પોર્ટ કરાયું છે. આ ફીચરને ડિસઅપિરયરિંગ મેસેજના નામથી ઓળખાય છે. આ ફીચરની ખાસ વાત એ છે કે તેનાથી યૂઝર્સ મેસેજની સમય મર્યાદા નક્કી કરી શકશે. યૂઝર આ સમયને 5 સેકન્ડથી લઈને 30 દિવસ સુધી સેટ કરી શકે છે. સમય મર્યાદા પૂરી થતા મેસેજ આપોઆપ ડિલિટ થઈ જશે.