નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન થઈ ગયું છે. યૂઝર્સ સોમવારે રાત્રે તેનો ઉપયોગ કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. વિશ્વભરમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપનો ઉપયોગ કરવામાં મુશ્કેલી સામે આવી રહી છે. ક્યા કારણે આ સમસ્યા સર્જાય તે હજુ સામે આવ્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'માફ કરશો, કંઈક ખોટું થયું'
વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકની માલિકી હેઠળ આવે છે અને વહેંચાયેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરે છે. ફેસબુકે તેની વેબસાઈટ પર એક મેસેજ જારી કર્યો હતો, 'માફ કરશો, કંઈક ખોટું થયું છે. અમે તેના પર કામ કરી રહ્યા છીએ, અને અમે તેને શક્ય તેટલી વહેલી તકે ઠીક કરીશું. એક નિવેદન જારી કરતી વખતે વોટ્સએપે કહ્યું, 'અમે જાણીએ છીએ કે કેટલાક લોકોને આ સમયે વોટ્સએપ ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. અમારી ટીમ આ તકનીકી ખામીને સુધારવા માટે કામ કરી રહી છે. ટૂંક સમયમાં તમને એક નવું અપડેટ આપવામાં આવશે.


લોકો ટ્વિટર પર તેની ફરિયાદ કરી રહ્યાં છે. મહત્વનું છે કે વિશ્વભરમાં કરોડો લોકો વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સાથે જોડાયેલા છે. 


ફેસબુક વેબસાઇટ પર એક સંદેશમાં લખવામાં આવી રહ્યું છે, સોરી, કંઈ સમસ્યા છે, અમે તેના પર કામ કરી રહ્યાં છીએ અને જલદીથી જલદી તેને શરૂ કરવામાં આવશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube