નવી દિલ્હી: ડેટા પ્રાઇવેસીને લઇને હાલ સરકાર અને સામાન્ય યૂઝર્સ પરેશાન છે. તાજેતરમાં જ WhatsApp નવી ડેટા પોલિસીને લઇને જ્યાં સામાન્ય યૂઝર્સ નારાજ થઇ ગયા છે. તો બીજી તરફ સરકારે તેનો તોડ શોધી કાઢ્યો છે. મોદી સરકાર (Modi Govt) એ દેશ માટે પોતાની મેસેજિંગ એપ (Messaging App) ને લોન્ચ કરી દીધી છે. આ હાલ સરકારી કર્મચારી યૂઝ કરી રહ્યા છે પરંતુ જલદી તેને સામાન્ય જનતા માટે લોન્ચ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Sandes એપ થઇ લોન્ચ 
કેન્દ્ર સરકરે ડેટા ચોરી અને પ્રાઇવેસીને લઇને નવી Sandes એપ લોન્ચ કરી છે. Business Stadard ના રિપોર્ટ અનુસાર આ એક ઇંસ્ટેંટ મેસેજિંગ એપ છે જેને હાલ સરકારી કર્મચારીઓને જ યૂઝ કરવા માટે આપવામાં આવી છે. આ એપને Government Instant Messaging Systam (GIMS) પણ કહેવામાં આવી રહી છે. 

હિનાની મનગમતી કંપની આ મોડલનું Production કરી રહી છે બંધ, જાણો શું છે કારણ


સરકારી કર્મચારીને જ મળી રહ્યા છે એક્સેસ
પ્રાપ્ત જાણકારી અનુસાર gims.gov.in પરથી આ એપને એક્સેસ કરવામાં આવી શકે છે. હાલ સામાન્ય લોકોને તેને યૂઝ કરવાની પરવાનગી નથી. જો કોઇ આ સાઇટ પર ક્લિક કરે છે તો તેને  'This authentication method is applicable for authorised government officials' મેસેજ જોવા મળે છે. 

Gold Price Today, 08 February 2021: પછી કહેતા નહી કે કીધું ન હતું, 9 હજાર રૂપિયા સસ્તું થયું Gold


Adroid અને iOS પ્લેટફોર્મ પર કરે છે કામ
સંદેશ એપ Adroid અને iOS પર કામ કરે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે Adroid અને iOS ઓપરેટિંગ સિસ્ટમના સપોર્ટ સાથે તૈયાર કરવામાં આવી છે. આ એપને નવા મોર્ડન ચેટિંગ એપ્સ જેવી જ બનાવવામાં આવી છે. ચેટિંગ એપમાં વોઇસ અને ડેટાને મોકલી શકાય છે. 


તમને જણાવી દઇએ કે ગત કેટલાક વર્ષોથી ડેટા ચોરીને લઇને ઘણા કેસ સામે આવ્યા છે. જોકે કેન્દ્ર સરકાર તમામ ઇન્ટરનેટ કંપનીઓને ભારતમાં પોતાના સર્વર લગાવવા માટે કહી રહી છે. પરંતુ કોઇપણ ઇંટરનેટ કંપનીએ હજુ સુધી કોઇ નક્કર નિર્ણય લીધો નથી. ગત એક વર્ષથી કેન્દ્ર સરકારે ડેટાને લઇને ગંભીરતા બતાવવાનું શરૂ કરી દીધું છે. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube