WhatsApp યુનિક ફીચર્સ અને પ્રાઇવસી વિકલ્પો સાથે એક અગ્રણી મેસેજિંગ એપ્લિકેશન છે. આમ છતાં, બગના કારણે વોટ્સએપ ક્રેશ થઈ રહ્યું છે, જેના માટે ફરિયાદ કરવામાં આવી રહી છે. એન્ડ્રોઇડ ઓથોરિટીના અહેવાલ મુજબ, WhatsApp હાલમાં બગ સામે લડી રહ્યું છે. આ બગ વ્યક્તિગત અથવા જૂથમાં વિશિષ્ટ લિંક સાથે આવે છે. સામાન્ય રીતે, આ લિંક WhatsApp સેટિંગ્સ પેજ પર ખુલવી જોઈએ. પરંતુ હાલમાં Android ઉપકરણો પર ક્રેશ થવાની ફરિયાદો નોંધાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ લિંક પર ક્લિક કરતાની સાથે જ એપ્લિકેશન ક્રેશ થઈ જાય છે, પરંતુ એપ્લિકેશન આપમેળે રી સ્ટાર્ટ પણ થઈ જાય છે. આ બગ WhatsAppના વર્ઝન 2.23.10.77ને અસર કરી રહ્યું છે, જો કે શક્ય છે કે અન્ય વર્ઝન પણ આ બગથી પ્રભાવિત થઈ શકે.


જો તમારું WhatsApp ક્રેશ થયું હોય, તો તમે WhatsApp વેબમાં લૉગ ઇન કરી શકો છો અને ક્રેશ થયેલા મેસેજને ડિલીટ કરી શકો છો. આ પછી, વોટ્સએપ ક્રેશ થશે નહીં જ્યાં સુધી તમે તે જ સમસ્યાવાળી લિંક ફરીથી ક્લિક ન કરો. ઉપરાંત, Google Play Store પરથી તમારી એપ્લિકેશનને અપડેટ કરવી જરૂરી છે.


આ પણ વાંચો:
બોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યા બાદ OTT પર રિલીઝ થઈ રહી છે The Kerala Story!
Vodafone-Idea એ લોન્ચ કર્યા 3 ધુઆંધાર પ્લાન! માત્ર 17 રૂપિયામાં મેળવો Unlimited ડેટા
June 2023 Horoscope: આ 4 રાશિઓ માટે જૂન મહિનો ખૂબ જ ભાગ્યશાળી રહેશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube