WhatsApp Voice Calls: હવે તમે તમારી Samsung Galaxy Watch 5 અને Samsung Galaxy 4 સ્માર્ટવોચ પરથી વોટ્સએપ કોલ કરી શકશો. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, વોટ્સએપ એક એન્ડ્રોઈડ બીટા બિલ્ડને રોલ આઉટ કરી રહ્યું છે. જે Wear OS 3 સ્માર્ટવોચમાં વોઇસ કોલ સપોર્ટ કરી શકશે. Samsung Galaxy Watch 4 અને હાલમાં લોન્ચ કરવામાં આવેલી Galaxy Watch 5 ના યુઝર્સ તેમના સ્માર્ટવોચથી વોટ્સએપ કોલ અટેન્ડ કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માણો વોઈસ કોલની મજા
આ ફીચર વોટ્સએપ પર એન્ડ્રોઈડ બીટા વર્ઝન 2.22.19.11 અને 2.22.19.12 માટે ડિફોલ્ટ રૂપથી સક્ષમ છે. વોટ્સએપનો લોગો પહેલાથી જ કોલ પર પ્રદર્શિત થશે જેથી તેમને સામાન્ય ફોન કોલથી અલગ કરવામાં આવશે. એન્ડ્રોઈડ 2.22.19.11 અથવા નવા માટે વોટ્સએપ બીટા યુઝર્સને તેમના Wear OS 3 સંગત ગેલેક્સી વોચ પર એપથી ઇનકમિંગ કોલ નોટિફિકેશન મળશે.


આ પણ વાંચો:- Weight Loss Tips: શું વજન વધવાથી પરેશાન છો? દરરોજ માત્ર આટલું કરો પછી જુઓ બોડી


Galaxy Watch 4 અને Watch 5 માં મળશે આ સુવિધા
રેડિટ પર ઉપયોગકર્તાના રિપોર્ટ અનુસાર, વોટ્સએપ તેના લેટેસ્ટ બીટા રીલિઝની સાથે હવે Wear OS 3 સ્માર્ટવોચ પર વોટ્સએપ વોયસ કોલ પ્રાપ્ત કરવાની ક્ષમતા આપશે. એનડીટીવીના રિપોર્ટ અનુસાર Wear OS 3 પર ચાલતી Samsung Galaxy Watch 4 અને Samsung Galaxy Watch 5 માં આ ફીચર મળી રહ્યું છે.


આ પણ વાંચો:- 520 km દોડશે આ ઇલેક્ટ્રિક કાર, માત્ર 90 મિનિટમાં ફૂલ ચાર્જ; જાણો ભારતમાં શું છે કિંમત


9to5Google ના એક રિપોર્ટ અનુસાર, એન્ડ્રોઇડ બીટા v2.22.19.12 માટે વોટ્સએપ કનેક્ટેડ Samsung Galaxy Watch 5 પર વોટ્સએપ વોઇસ કોલ પ્રાપ્ત કરવાની ક્ષમતા રાખે છે. જોકે, કેટલાક રેડિટ યુઝર્સે પુષ્ટી કરી છે કે કાર્યક્ષમતા ગેલેક્સી વોચ 4 પર ઉપલબ્ધ છે. Android બીટા માટે WhatsApp v2.22.19.11.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube