WhatsApp Latest Update: ટૂંક સમયમાં તમે નંબરની આપલે કર્યા વગર વોટ્સએપ (WhatsApp) માં એકબીજા સાથે કનેક્ટ થઈ શકશો. કંપની યુઝરનેમ ફીચર પર કામ કરી રહી છે અને તે વેબ બીટા યુઝર્સ માટે ઉપલબ્ધ થવાનું શરૂ થઈ ગયું છે. યુઝરનેમ ફીચર હેઠળ તમે કોઈપણ વ્યક્તિને તેના યુઝરનેમની મદદથી તમારા વોટ્સએપ (WhatsApp) માં એડ કરી શકો છો અને પછી તેની સાથે ચેટ કરી શકો છો. તમે તમારા યુઝરનેમની મદદથી જે લોકોને એડ કરશો તેમની કોન્ટેક્ટ ડિટેલ્સ તમે જોઈ શકશો નહીં. એટલે કે તમને તેમનો મોબાઈલ નંબર દેખાશે નહીં. હાલમાં આ ફીચર ફક્ત વેબ બીટા યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે. અગાઉ આ ફીચર એન્ડ્રોઇડ બીટા ટેસ્ટર્સ પાસે પણ જોવા મળ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ 3 રાશિની પત્ની મળે તો જીવન થઇ જશે ધન્ય ધન્ય, પતિ માટે ભાગ્યશાળી હોય છે આ યુવતિઓ
આ રાશિની મહિલાઓ માટે 2024 સૌથી વધુ લકી, કારકિર્દીમાં સાબિત થઈ શકે છે માઈલસ્ટોન


આ અપડેટ વિશેની માહિતી વોટ્સએપના ડેવલોપમેન્ટ પર નજર રાખતી વેબસાઇટ Wabetainfo દ્વારા શેર કરવામાં આવી છે. વેબસાઇટ પરથી એક તસવીર પણ પોસ્ટ કરવામાં આવ્યું છે જે અમે તમારી સુવિધા માટે અહીં પોસ્ટ કરી રહ્યા છીએ. યુઝરનેમ સિવાય કંપની વેબ યુઝર્સ માટે સ્ટેટસ અપડેટ્સ અને ડાર્ક ઈન્ટરફેસ પર પણ કામ કરી રહી છે. ટૂંક સમયમાં જ વેબ યુઝર્સ તેમના લેપટોપ અથવા ડેસ્કટોપ પરથી મોબાઈલ વગર સ્ટેટસ અપડેટ્સ સીધા શેર કરી શકશે. માત્ર મીડિયા જ નહીં પરંતુ તમે ટેક્સ્ટ સ્ટેટસ પણ પોસ્ટ કરી શકશો.


અમેરિકા ભણવા ગયેલા 3.25 લાખ વિદ્યાર્થીઓને મોટો ઝટકો, નવા સત્રની ફીમાં 30%નો વધારો
Smartphone નો ઉપયોગ કરો છો તો પતાવી આ કામ, 1 જાન્યૂઆરીથી લાગૂ થશે આ 3 નિયમ


બદલી શકાશે યૂઝરનેમ
વોટ્સએપનું યુઝરનેમ ફીચર લોકોની પ્રાઈવસી સુધારવામાં મદદ કરશે. યુઝરનેમ ફીચર અન્ય સોશિયલ મીડિયા એપ્સની જેમ કામ કરશે અને દરેક વ્યક્તિનું યુનિક યુઝરનેમ હશે. વેબસાઇટ અનુસાર, તમે તમારું યુઝરનેમ પણ બદલી શકશો. જો કે, આ માટે સમય મર્યાદા શું હશે તે હજુ સુધી જાણી શકાયું નથી. કહેવાનો અર્થ એ છે કે અન્ય એપ્સમાં યુઝરનેમ બદલવાનો સમયગાળો છે. જો તમે આજે તમારું નામ બદલ્યું છે તો તમે તેને નિશ્ચિત સમય પછી જ બદલી શકો છો. વોટ્સએપમાં પણ આવું જ કંઈક થશે કે કેમ તે જોવું રહ્યું. જલદી અમને આ વિષય પર અપડેટ મળશે, અમે તેને તમારી સાથે શેર કરીશું.


Financial Deadline: 31 December પહેલાં કરી લો આ 4 જરૂરી નાણાકીય કામ, પછી નહી મળે તક
હવે આધાર બનાવવા માટે જોઇશે અધિકારીઓની મંજૂરી, પાસપોર્ટની જેમ કરાવવું પડશે વેરિફિકેશન