WhatsApp Feature Update: WhatsApp સમયાંતરે પોતાના યૂઝર્સ માટે નવા અપડેટ્સ લઇને આવી રહ્યું છે જેથી તેમનો એક્સપિરિયન્સ એકદમ સારો થઇ શકે તેમને કેટલાક એવા જ યૂનિક ફીચર્સ મળી શકે જે ચેટીંગને વધુ મજેદાર અને મીનિંગ ફૂલ બનાવી દે. તમને જણાવી દઇએ કે એકવાર ફરીથી કંપની WhatsApp યૂઝર્સને ભેટ આપવાની તૈયારી કરી રહી છે અને તેમના માટે કેવું ફીચર લઇને આવી રહ્યું ચેહ જે તમને એક નવો પાવર આપશે જેના કારણે હવે તમારે ગ્રુપમાં મેસેજ આવતાં ચીડ નહી ચડે કારણ કે જ્યારે ગ્રુપમાં ઘણા બધા મેસેજ આવે છે તો તેના કારણે તમારે ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડે છે પરંતુ હવે એવું પણ નહી થાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટા ગ્રુપ પર નોટિફિકેશનના લીધે નહી થવું પડે પરેશાન
જો તમે કોઇ એવા ગ્રુપમાં જોડાયેલા છો જેમાં ઘણા બધા મેંમ્બર્સ છે તો સ્પષ્ટ છે કે હંમેશા મેસેજ આવતાં જ રહે છે અને તેના નોટિફિકેશન તમારા સ્માર્ટફોન પર મળતા રહે છે. WhatsApp પર કદાચ જ કોઇ યૂઝર હશે જે કોઇ ગ્રુપમાં જોડાયેલા નહી હોય અને તમે આ સમસ્યાને સારી રીતે સમજી શકો છો. જ્યારે ગ્રુપમાં વારંવાર મેસેજ આવે છે અને તેના નોટિફિકેશન તમને મળે છે તો ચીડ ચડે તે સામાન્ય વાત છે પરંતુ હવે એવું નહી થાય કારણ કે કંપની હવે એક દમદાર ફીચર લઇને આવી રહ્યું છે.  


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube