નવી દિલ્હીઃ મેસેજિંગ એપ વોટ્સએપ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જે યૂઝર્સને ભવિષ્યમાં મળનાર અપડેટમાં કમ્યુનિટીઝ બનાવવાની સુવિધા આપશે. રિપોર્ટ પ્રમાણે નવા કમ્યુનિટીઝ ફીચર દ્વારા ગ્રુપ એડમિન્સને વધુ કંટ્રોલ મળશે અને તે ગ્રુપ્સને એક સાથે લિંક કરી શકશે. તો આવો જાણીએ આ લેટેસ્ટ અપડેટથી તમને શું ફાયદો થવાનો છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોટ્સએપ ફીચર ટ્રેકર WABetaInfo એ જણાવ્યું, 'વોટ્સએપ ભવિષ્યના અપડેટમાં, કમ્યુનિયીઝ ફીચર લાવવા પર કામ કરી રહ્યું છે. શું હશે વોટ્સએપ કમ્યુનિટીઝ? આ એક પ્રાઇવેટ પ્લેસ છે જ્યાં ગ્રુપ એડમિનને વોટ્સએપના કેટલાક ગ્રુપમાં વધુ કંટ્રોલ મળી જશે. આ એક સમૂહ ચેટની જેમ છે જ્યાં ગ્રુપ એડમિન્સમાં બીજા ગ્રુપ્સને જોડવામાં સક્ષમ હશે.' સરળ સમજોમાં સમજો તો વોટ્સએપ કમ્યુનિટી ફીચર દ્વારા ઘણા ગ્રુપ્સને એક સાથે જોડીને એક અલગ ગ્રુપ બનાવી લેવામાં આવશે. 


આ પણ વાંચોઃ ગજબ! આ પ્લાનમાં દરરોજ મળશે 3GB ડેટા, હોટસ્ટાર અને પ્રાઇમ વીડિયોનું ફ્રી સબ્સક્રિપ્શન  


આ ફીચર હાલ ડેવલોપ કરવામાં આવી રહ્યું છે, જેને વોટ્સએપ બીટાના iOS 22.4.2.75 અપડેટમાં જોવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે વોટ્સએપ કમ્યુનિટી ફીચર ગ્રુપ એડમિન માટે અલગ-અલગ ગ્રુપ્સને મેનેજ કરવા સરળ થઈ જશે. આ સિવાય કમ્યુનિટી ફીચરની સાથે એડમિન એક વારમાં તમામ ગ્રુપ મેમ્બર્સ સુધી પહોંચવામાં સક્ષમ હશે. 


હવે લગાવી શકશો કવર ફોટો
એક અન્ય રિપોર્ટ પ્રમાણે વોટ્સએપ એક અન્ય ફીચર પર પણ કામ કરી રહ્યું છે. તે હેઠળ યૂઝર્સને પોતાના પ્રોફાઇલમાં કવર ફોટો સેટ કરવાની સુવિધા મળવા જઈ રહી છે. વર્તમાન સમયમાં તમને માત્ર પ્રોફાઇલ ફોટો લગાવવાની સુવિધા મળે છે. પરંતુ આ ફીચર માત્ર WhatsApp Business એપના યૂઝર્સ સુધી સીમિત રહેવાનું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube