WhatsApp યૂઝર્સ માટે ખુશખબર, મેટા ચીફ માર્ક ઝુકરબર્ગે લોન્ચ કર્યું સ્પેશિયલ ફીચર
માર્ક ઝુકરબર્ગે ગુરૂવારે વોટ્સએપ પર કમ્યુનિટીઝ નામક 32-વ્યક્તિ વીડિયો કોલિંગ સુવિધાના વૈશ્વિક રિલીઝની જાહેરાત કરી છે.
નવી દિલ્હીઃ મેટાના સંસ્થાપક અને સીઈઓ માર્ક ઝુકરબર્ગે ગુરૂવારે વોટ્સએપ પર 'કમ્યુનિટીઝ' નામના 32-વ્યક્તિ વીડિયો કોલિંગ સુવિધાના વૈશ્વિક રિલીઝની જાહેરાત કરી છે. તેને વોટ્સએપ માટે એક મુખ્ય વિકાસ જણાવતા ઝુકરબર્ગે નવા ફીચરની જાહેરાત કરવા માટે ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો છે.
તેમણે કહ્યું, 'અમે વોટ્સએપ પર કમ્યુનિટીઝ લોન્ચ કરી રહ્યાં છીએ. આ બધા ગ્રુપ્સ, મલ્ટીપલ થ્રેડ્સ, એનાઉન્સમેન્ટ ચેનલ અને ઘણું બદુ સક્ષમ કરી ગ્રુપને સારૂ બનાવે છે. બધુ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત છે, જેથી તમારો સંદેશ ખાનગી રહે.'
ઝુકરબર્ગે કહ્યું કે નવું ફીચર એડમિન્સને એક છત્રી નીચે વાતચીતને સારી રીતે કરવાની મંજૂરી આપશે. સમુદાયો સિવાય, વોટ્સએપે ગ્રુપ ચેટ અનુભવને શાનદાર બનાવવા માટે વધુ સુવિધાઓ જાહેર કરી, જેમાં ઇન-ચેટ પોલ, મોટી ફાઇલ શેર કરવી, પ્રતિક્રિયાઓ, 1024 યૂઝર્સ સુધી ગ્રુપ અને શેર કરવા યોગ્ય કોલ લિંક સામેલ છે.
આ પણ વાંચોઃ ColorOS 13: વધી જશે બેટરી લાઇફ અને સ્પીડ થશે સુપરફાસ્ટ, આ છે Top 4 નવા ધમાકેદાર ફીચર
કંપનીના ત્રીજા ક્વાર્ટરના અર્નિંગ કોલ દરમિયાન સીઈઓએ કહ્યું કે પેડ મેસેજિંગ વધુ એક અવસર છે, જેને અમે ટેપ કરવાનું શરૂ કરી રહ્યાં છીએ. ઝુકરબર્ગે વિશ્લેષકોને જણાવ્યું- અમે ભારતમાં વોટ્સએપ પર જિયોમાર્ટ લોન્ચ કર્યું અને આ અમારો પહેલો એન્ટ-ટૂ-એન્ડ શોપિંગ અનુભવ હતો જેણે મેસેજિંગના માધ્યમથી ચેટ આધારિત બિઝનેસની ક્ષમતા દર્શાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube