WhatsAppનું નવું અપડેટ! નવા ફીચરથી બદલાઈ જશે તમારો ચેટિંગનો અંદાજ
ડબ્લ્યુ બીટા ઇન્ફોના રિપોર્ટ અનુસાર, બીટા યુઝર્સને WhatsAppમાં કીબોર્ડની ઉપર એક નવી સ્ટીકર ટ્રે જોવા મળશે. ટ્રે ચેટ બારમાં દાખલ કરેલ ઇમોજીથી સંબંધિત તમામ સ્ટીકરો બતાવે છે.
WhatsApp પર ઘણા ધમાકેદાર ફીચર્સ આવી રહ્યા છે. કેટલાક સારી સુરક્ષા આપી રહ્યા છે અને કેટલાક ચેટિંગની રીત બદલી રહ્યા છે. હવે WhatsApp iOS બીટા પર એક નવું સ્ટીકર સજેશન ફીચર રજૂ કરી રહ્યું છે. W Beta Infoના રિપોર્ટ અનુસાર, બીટા યુઝર્સને WhatsAppમાં કીબોર્ડની ઉપર એક નવી સ્ટીકર ટ્રે જોવા મળશે. ટ્રે ચેટ બારમાં દાખલ કરેલ ઇમોજીથી સંબંધિત તમામ સ્ટીકરો બતાવે છે.
સમય સાથે ઇન્સ્ટોલ કરેલ સ્ટીકરોની સંખ્યા વધી રહી છે તે ધ્યાનમાં લેતા, નવું સ્ટીકર સજેશન ફીચર વપરાશકર્તાઓને મદદરૂપ થશે. ચોક્કસ સ્ટીકર શોધવાનું મુશ્કેલ બની શકે છે. નવું ફીચર યુઝર્સના સમયને બચાવવામાં પણ મદદ કરશે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સ્ટીકર સજેશન ફીચર હાલમાં કેટલાક બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે જેઓ iOS માટે WhatsApp બીટાનું લેટેસ્ટ અપડેટ ઈન્સ્ટોલ કરે છે અને આગામી દિવસોમાં તેને વધુ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો:
ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી, વરસાદની આ અનિયમિત-અનરાધાર પેટર્ન શું સૂચવે છે?
ટમેટાની ચોરી ન થાય તે માટે વેપારી રાખ્યા બોડી ગાર્ડ, ગ્રાહકોને આપી આવી ચેવતણી
વરસાદની સિઝનમાં લો મકાઈની મજા! જાણી લો મકાઈ ખાવાના મોટા ફાયદા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube