WhatsApp Bol Behen: ચેટિંગ પ્લેટફોર્મ વોટ્સએપ પોતાના યૂઝર્સ માટે હંમેશા નવા ફીચર્સ અપડેટ કરતું રહે છે. જેનાથી તેમને પ્લેટફોર્મ પર સતત મજેદાર ચેટિંગ ઓપ્શન્સ મળતા રહે. આ વખતે વોટ્સએપે પોતાના મહિલા યૂઝર્સને ધ્યાનમાં રાખીને નવું AI ચેટબોટ લોન્ચ કર્યું છે. બોલ બહેન નામનું આ ચેટબોટમાં વોટ્સએપની મહિલા યૂઝર્સ કિશોરાવસ્થામાં થઈ રહેલા શારીરિક ફેરફાર અને પોતાના હેલ્થ સંબંધિત તમામ સવાલોની માહિતી મેળવી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગર્લ ઈફેક્ટ સાથે કરી ભાગીદારી
વોટ્સએપે પોતાના મહિલા યૂઝર્સને આ ફીચર આપવા માટે ગર્લ ઈફેક્ટ સાથે ભાગીદારી કરી છે. આ ચેટબોટને એવી રીતે તૈયાર કરાયું છે કે મહિલાઓને હેલ્થ સંબંધિત તમામ જાણકારીઓની સાથે જ કિશોરાવસ્થાની છોકરીઓ કે જેમને સામાન્ય રીતે કઈ પણ પૂછતા શરમ આવતી હોય છે તે પણ તમામ સવાલ પૂછી શકે છે. આ ચેટબોટમાં કિશોરાવસ્થામાંથી પસાર થતી છોકરીઓ અલગ અલગ ટોપિક પર અનેક સવાલ પૂછી શકે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube