Tech News: અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. સંદેશાઓની આપલે કરવા માટે શોર્ટ મેસેજિંગ એપ વોટ્સએપ ખુબ લોકપ્રિય છે. અવારનવાર તેમા નવા ફીચર્સ આવતા જાય છે જેનો યૂઝર્સને ભરપૂર  લાભ મળે છે. રિપોર્ટ્સ મુજબ વોટ્સએપ હાલ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જે અંગે જાણીને યૂઝર્સ ઉછળી રહ્યા છે. જાણો એવું તે કયું એ ફીચર છે....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવશે નવું ફીચર!
WABetaInfo ના એક લેટેસ્ટ રિપોર્ટ મુજબ કંપની  કથિત રીતે હાલ એક નવા ફીચર પર કામ કરે છે જે સ્ટેટસમાં શેર કરાયેલી લિંકને રિચ લિંક પ્રીવ્યૂમાં આપોઆપ ફેરવી દેશે. WABetaInfo એ આઈઓએસ માટે લેટેસ્ટ વોટ્સએપ બીટા રિલીઝમાં ઈન ડેવલપમેન્ટ ફીચર જોયું છે અને આગામી ફેરફારને પ્રદર્શિત કરનારા સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે. આઈઓએસ માટે નવીન વોટ્સએપ બીટામાં આ ફેરફાર જોયો છે પરંતુ તે હજુ લાઈવ નથી. તેનાથી જાણવા મળે છે કે તે ડેવલપમેન્ટ સ્ટેજમાં હોઈ શકે છે અને ભવિષ્યમાં અપડેટ સાથે બીટા ચેનલ પર રોલ આઉટ થઈ શકે છે. વોટ્સએપે હજુ આ મામલે કોઈ અધિકૃત માહિતી શેર કરી નથી. પરંતુ આશા છે કે આવનારા સમયમાં એન્ડ્રોઈડ અને ડેસ્કટોપ માટે વોટ્સએપ બદલાશે. જેવું આ ફીચર બીટા ચેનલ પર શરૂ થશે કે તેની જાણકારી અમે તમને ઉપલબ્ધ કરાવીશું. 


મેટાના સ્વામિત્વવાળા આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં છેલ્લા કેટલાક સમયથી અનેક ફેરફાર જોવા મળ્યા છે. જેમાં ગ્રુપ ચેટ ફેરફાર, યૂઝર્સને 2જીબી સુધીની ફાઈલ શેર કરવા માટે સપોર્ટ, યૂઝર્સને સુરક્ષિત કર્યા વગર સંપર્કો સાથે ચેટ શરૂ કરવામાં મદદ કરવા માટે નવી સુવિધાઓ સામેલ છે. હાલમાં જ મેસેજ રિએક્શન માટે ઈમોજીની પણ શરૂઆત કરાઈ છે. 


હાલ આ રીતે ચાલે છે કામ


આ ફિચરના આવ્યા બાદ યૂઝર્સનો સમય આ રીતે બરબાદ થશે નહીં. હાલ જો તમે કોઈ યુઆરએલને વોટ્સએપ સ્ટેટસ પર શેર કરો છો તો તે લિંક પ્રિવ્યૂ જનરેટ કરતું નથી. તમને નોર્મલ યુઆરએલ જોવા મળે છે પરંતુ તમારે તે વેબસાઈટ પર જવા માટે તે લિંક પર ક્લિક કરવું પડે છે. જો કે વોટ્સએપ તેમાં ફેરફાર કરવા માંગે છે. લીક થયેલા સ્ક્રીનશોટમાં જોવા મળી રહ્યું છે કે એક રિચ લિંક પ્રિવ્યૂ કેવું દેખાઈ શકે છે. પ્રિવ્યૂમાં સંભવિત રીતે લક્ષિત વેબસાઈટ, ટાઈટલ, મેટા ડિસ્ક્રિપ્શન અને યુઆરએલથી એક ઈમેજ સામેલ હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube