online fraud on whatsapp links: ધ્યાન રાખજો નહીંતર Whatsappના માધ્યમથી આપની સાથે થઈ શકે છે છેતરપિંડી કારણ કે સાયબર ઠગબાજોએ આપનું બેંક એકાઉન્ટ વોટ્સએપના માધ્યમથી ખાલી કરવા શોધી કાઢ્યો છે એક નવો કિમીયો અજમાવ્યો છે.આજે આપને અમે જણાવીશું કે વોટ્સએપના માધ્યમથી આપનું બેંક ખાતું ખાલી કરી દેવા ઠગબાજો કેવી ટેક્નિક અપનાવે છે અને તેનાથી બચવા તમારે શું કરવું...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ્સ મુજબ સ્કેમર્સ વોટ્સએપ યુઝરને એક લિંક મોકલે છે. જેમાં દાવો કરાયો હોય છે કે યુઝર એક સરળ સર્વે ભરીને ઈનામ જીતી શકે છે. વોટ્સએપ યુઝર જ્યારે સવાલોના જવાબ આપી તેને વેબસાઈટ પર મોકલે છે ત્યારે તેમને તેમનું નામ, ઉંમર, એડ્રેસ, બેંકની જાણકારી અને અન્ય વ્યક્તિગત ડેટા જેવી સંવેદનશીલ જાણકારી ભરવા માટે કહેવાય છે.


Whatsappનું આ જે નવું સ્કેમ સામે આવ્યું છે તેનું નામ છે 'Rediroff.com' અથવા 'Rediroff.ru' જેનાથી વેબસાઈટ યુઝરની સંવેદનશીલ જાણકારી જેમ કે તેનું આઈ.પી એડ્રેસ, ડિવાઈસનું નામ અને અન્ય વ્યક્તિગત ડિટેઈલનો દુરુપયોગ થઈ શકે છે. ખેર, આ તો ઠગબાજોની મોડેસ ઓપરેન્ડીની વાત થઈ, હવે એ સમજી લઈએ કે આવા સ્કેમથી બચવું કઈ રીતે. 


તો સૌથી પહેલા આવા મેસેજને ઈગ્નોર કરો. કોઈ અજાણી લિંક હોય તો તે ગમે તેટલી આકર્ષક હોય તેના પર ક્લિક ન કરો. જે નંબરથી આપને મેસેજ મળ્યો છે એ નંબરને તરત જ બ્લોક કરો અને આપના મોબાઈલમાં એન્ટી વાયરસ એપ રાખો.