વોટ્સએપમાં એડ થઈ શકે છે 50 લોકોની સાથે વીડિયો કોલિંગનું ફીચર
WhatsApp વીડિયો કોલિંગમાં કંપની જલદી વિસ્તાર કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે વોટ્સએપમાં મેસેન્જર રૂમ દ્વારા 50 લોકોની સાથે વીડિયો કોલિંગ કરવાનું ફીચર આપવામાં આવી શકે છે.
નવી દિલ્હીઃ વીડિયો કોલિંગની ડિમાન્ડ ખુબ ઝડપથી વધી રહી છે અને આ કારણે વોટ્સએપે હાલમાં વીડિયો કોલિંગમાં વિસ્તાર કર્યો છે. હવે વોટ્સએપ ઝૂમ જેવી વીડિયો કોલિંગ પ્લેટફોર્મને ટક્કરમાં લાર્જ સ્કેલ વીડિયો કોલિંગ લાવવાની તૈયારીમાં છે.
WhatsAppના ફીચર્સને ટ્રેક રાખનાર પોર્ટલ WABetainfoના એક રિપોર્ટ પ્રમાણે લાર્જ ગ્રુપમાં વીડિયો કોલિંગ કરવા માટે Messenger Groupમાં રીડાયરેક્ટ કરી શકાય છે.
હાલમાં વોટ્સએપે વીડિયો કોલિંગ માટે 8 લોકોને એડ કરવાને સપોર્ટ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મેસેન્જર રૂમ્સ હેઠળ કંપનીએ 50 લોકોને એક સાથે વીડિયો કોલિંગનો સપોર્ટ લઈને આવી છે.
WABetainfoએ WhatsApp Web Clientના લેટેસ્ટ વર્ઝનમાં Messenger Room ની એક લિંક મળી છે, તેનાથી જણાવવામાં આવી રહ્યું છે કે વોટ્સએપના એન્ડ્રોઇડ વર્ઝનમાં પણ તેને આપી શકાય છે.
કર્મચારીઓ માટે Alert! ઓફિશિયલ ઇ-મેલ વડે પણ ખાલી થઇ શકે છે તમારું બેંક એકાઉન્ટ
વોટ્સએપ વેબ ક્લાઇન્ટે એક સ્ક્રીનશોટ શેર કર્યો છે, જ્યાં એક પેપર ક્લિક મેન્યૂ જોઈ શકાય છે. અહીં ક્લિક કરીને સીધા મેસેન્જર રૂમમાં રીડાયરેક્ટ કરી શકાય છે. પરંતુ અહીં તે પણ દેખાડવામાં આવી રહ્યું છે કે મેસેજના કોલ્સ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ હોતા નથી.
હાલ તે સ્પષ્ટ નથી કે કંપની આ ફીચરને કઈ રીતે એપમાં લઈને આવશે. કારણ કે સવાલ તે પણ છે કે શું વોટ્સએપમાં 50 લોકોની સાથે ગ્રુપ કોલિંગ કરવા માટે ફેસબુક એકાઉન્ટ હોવું જરૂરી છે કે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube