સેન ફ્રાંસિસ્કો: ફેસબુકના સ્વામિત્વવાળી કંપની વોટ્સઅપ પોતાની એપને ડેસ્કટોપ વર્જન પર કામ કરી રહી છે, જેથી પોતાના મોબાઇલને ઇન્ટરનેટ વડે કનેક્ટ કર્યા વિના યૂજર્સ મેસેજિંગ એપનો ઉપયોગ પોતાના પીસી પર કરી શકે. એપના વેબ વર્જનને 2015માં વોટ્સઅપને લોન્ચ કર્યું હતું. તેના દ્વારા કોમ્યુટર પર ચેટને મોનિટર કરવામાં આવી શકે છે, પરંતુ તેના ઉપયોગ માટે યૂજર્સને પહેલા પોતાના ફોનને ઇન્ટરનેટના માધ્યમથી કનેક્ટ કરવો પડે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

KIA મોટર્સ રજૂ કરશે 'Made In India' કાર, 8 ઓગસ્ટના રોજ થશે લોન્ચિંગ


વિશ્વનીય વોટ્સઅપ લીકર એકાઉન્ટ ડબલ્યૂબીટાઇંફોએ શુક્રવારે ટ્વિટમાં જાણકારી આપી છે કંપની એક યૂનિવર્સલ વિંડોઝ પ્લેટફોર્મ (યૂડબલ્યૂપી)એપ ડેવલોપ કરી શકે છે. સાથે જ કંપની એક નવી મલ્ટી પ્લેટફોર્મ સિસ્ટમ પર પણ કામ કરી રહી છે, જે પોતાના ફોન બંધ થતાં પણ કામ કરશે. સમાચાર અનુસાર આ ઉપરાંત વોટ્સઅપ મલ્ટીપ્લેટફોર્મ સિસ્ટમ પર પણ કામ કરી રહી છે, જેની મદદથી એક જ સમયમાં ઘણા ડિવાઇસના માધ્યમથી પોતાની ચેટ અને પ્રોફાઇલમાં એક્સેસ કરી શકશે.