WhatsApp પર આ રીતે મેસેજ કરો SCHEDULE, Birthday Wish કરવા માટે પણ આવશે કામ
WHATSAPPમાં અનેક નવા ફીચર આપવામાં આવ્યા છે. પરંતુ તેમાં એક જરૂરી ફીચરની કમી છે. WHATSAPPમાં મેસેજ શેડ્યુલ નથી કરી શકાતું. જો તમે કોઈ વ્યક્તિને જન્મદિવસની શુભકામના આપવા માગતા હોવ, પરંતુ આ માટે રાતના જાગવા પણ ન માગતા હોવ તો આ ફીચર તમને ઘણું કામ આવી શકે છે.
નવી દિલ્લીઃ WHATSAPPમાં અનેક નવા ફીચર આપવામાં આવ્યા છે. પરંતુ તેમાં એક જરૂરી ફીચરની કમી છે. WHATSAPPમાં મેસેજ શેડ્યુલ નથી કરી શકાતું. જો તમે કોઈ વ્યક્તિને જન્મદિવસની શુભકામના આપવા માગતા હોવ, પરંતુ આ માટે રાતના જાગવા પણ ન માગતા હોવ તો આ ફીચર તમને ઘણું કામ આવી શકે છે. WHATSAPPમાં મેસેજને ઓફિશિયલી શેડ્યુલ નથી કરી શકાતું. જો કે આ ફીચરના ઉપયોગ માટે બીજા રસ્તા છે. અહીં અમે તમને જે ફીચર બતાવવા જઈ રહ્યાં છીએ તે એન્ડ્રોઈડ યુઝર્સ માટે કામ કરે છે. આ ફીચરના ઉપયોગથી તમે સરળતાથી કોઈ પણ મેસેજને WHATSAPP પર શેડ્યુલ કરી શકો છો.
એન્ડ્રોઈડ યુઝર્સને WHATSAPP શેડ્યુલ કરવા માટે થર્ડ પાર્ટી એપ્સની જરૂર પડશે. આ પ્રકારનું એક એપ છે જેનું નામ છે SKEDIT. આ એપને તમે ગૂગલ પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. એપ ડાઉનલોડ થઈ ગયા બાદ તેને ઈન્સ્ટોલ કરી સાઈન અપ કરી લો. સાઈન અપ કર્યા બાદ મેઈન મેન્યુમાં WHATSAPP પર ટેપ કરો. જે પછીની સ્ક્રિન પર તમને પરમિશન ગ્રાન્ટ કરવી પડશે. ENABLE ACCESSIBILITY પર ટેપ કર્યા બાદ SKEDIT પર જઈને ટોગલ ઓન કરી દેવું. ત્યારબાદ ALLOW પર ક્લિક કરવું. ત્યારબાદ ફરી એપ પર પરત આવો.
આ પ્રોસેસ બાદ તમારે માહિતી ભરવી પડશે. આમાં તમને રિસીવરને એડ કરવો પડશે. પછી તમારે મેસેજ ટાઈપ કરવો પડશે. ત્યારબાદ શેડ્યુલ મેસેજ માટે ડેટ અને ટાઈમને સેટ કરવું પડશે. આખરે તમને ફાઈનલ ટોગલ ASK ME BEFORE SENDING દેખાશે. તેને ટીક કરી લેવું. પછુ શેડ્યુલ ટાઈમ પર મેસેજ મોકલતા પહેલા તમને પૂછવામાં આવશે. અહીં સેંડ પર ટેપ કરી મેસેજ મોકલી દો. જો તમે ઈચ્છો તો મેસેજ મોકલતા પહેલા તમને કોઈ નોટિફિકેશન નથી મળતું તો તમારે ASK ME BEFORE SENDING ડિસેબલ કરવું પડશે. આ માટે તમારે લોક સ્ક્રિન સાથે બેટરી ઓપ્ટિમાઈઝેશન પણ ડિસેબલ કરવું પડશે.
જોજો ક્યાંક તમારા Mobile માં તો આવી Apps નથી ને? હોય તો તરત કરો ડિલીટ, નહીં તો બેંક ખાતુ થઈ જશે ખાલી
પેટ્રોલમાં તોતિંગ ભાવ વધારાથી કંટાળ્યા છો? આ બાઈક લઈલો એવું લાગશે કે હજુ તો સસ્તું છે પેટ્રોલ!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube