WhatsApp New Feature, Voice Note Transcribe: વોટ્સએપ પોતાના યૂઝર્સ માટે વધુ એક નવા અને મહત્વપૂર્ણ ફીચર પર કામ કરી રહ્યું છે, જે યૂઝર્સને તેના વોઇસ મેસેજને ડિવાઇસ પર ટ્રાન્સક્રાઇબ કરવાની સુવિધા આપશે. આ નવું ફીચર સૌથી પહેલા વોટ્સએપના આઈફોન બીટા અપડેટમાં જોવા મળ્યું હતું, પરંતુ ઘણા સંકેત મળી રહ્યાં છે કે આ ફીચર એન્ડ્રોયડ વર્ઝનમાં પણ આવી શકે છે. આ નવું ફીચર વિશેષ રૂપથી તે પરિસ્થિતિમાં ઉપયોગી થઈ શકે છે, જ્યાં વોઇસ રેકોર્ડિંગને પ્લે કરવું મુશ્કેલ હોય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

WhatsApp New Feature,: ડાઉનલોડ કરવી પડશે નવી એપ, એડવાન્સ સ્પીચ રિકગ્નિશન ટેક્નોલોજી પર હશે આધારિત
વોટ્સએપથી જોડાયેલી લીક્સની વેબસાઇટ  WABetainfo ના એક રિપોર્ટ અનુસાર યૂઝર્સને પોતાની વોઇસ નોટ્સને ટ્રાન્સક્રાઇબ કરવા માટે 150MB ની નવી એપ ડેટા ડાઉનલોડ કરવી પડશે. કહેવામાં આવી રહ્યું છે કે આ નવું ફીચર એડવાન્સ સ્પીચ રિકગ્નિશન ટેક્નોલોજી પર આધારિત છે, જે યૂઝર્સની ડિવાઇસ પર કામ કરશે અને આ દરમિયાન એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન બનાવી રાખશે. વધારાનો ડાઉનલોડ કર્યા બાદ યૂઝર્સ આ નવા ફીચરનો ઉપયોગ કરી પોતાના વોઇસ મેસેજને વાંચી શકશે. 


આ પણ વાંચોઃ આ 5 કારણોથી ફોનમાં થાય છે નેટવર્કની સમસ્યા, આ રીતે સોલ્વ થશે નેટવર્કનો ઈસ્યુ


WhatsApp New Feature: હિન્દી, સ્પેનિશ સહિત આ પાંચ ભાષાઓનો મળશે ઓપ્શન
WABetainfo નો વધુ એક રિપોર્ટ, જે વોટ્સએપ બીટા ફોર એન્ડ્રોયડ વર્ઝન 2.24.13.8 પર આધારિત છે, જણાવે છે કે મેસેજિંગ એપ આ ફીચરને વધુ સારૂ બનાવવા માટે કામ કરી રહ્યું છે. તેમાં યૂઝર્સને વોઇસ ટ્રાન્સક્રિપ્ટ્સ માટે ભાષા પસંદ કરવાનો વિકલ્પ મળશે. રિપોર્ટ અનુસાર અત્યારે પાંચ ભાષાઓમાં ઉપલબ્ધ છે, હિન્દી, અંગ્રેજી, રશિયન, પોર્ટુગલી અને સ્પેનિશ. ભાષા સિલેક્ટ કર્યા બાદ યૂઝર્સને ટ્રાન્સક્રિપ્સન પ્રોસેસ માટે એડિશનલ ડેટા પેકેજ ડાઉનલોડ કરવા માટે પ્રેરિત કરવામાં આવશે.


તમને જણાવી દઈએ કે તાજેતરમાં વોટ્સએપે એક નવા અપડેટની જાહેરાત કરી છે, જે ઓછા કે ખરાબ નેટવર્ક ક્ષેત્રમાં પણ ઓડિયો અને વીડિયો કોલની ક્વોલિટીને સુધારવાનો દાવો કરે છે. પ્લેટફોર્મે તાજેતરમાં MLow કોડેક લોન્ચ કર્યું છે, જે કોલની વિશ્વસનીયતા વધારે છે. વિશેષ રૂપથી મોબાઇલ ફોન પર કરવામાં આવેલા કોલમાં અવાજ અને ઇકો કેન્સિલેશનને સુધારે છે.