નવી દિલ્હી: ચેટિંગ એપ WhatsApp એ એકવાર ફરી પોતાની નવી પ્રાઇવેસી પોલિસી રિલીઝ  (New Privacy Policy Released) કરી દીધી છે. શું આ વખતે પણ ડેટાનો ખતરો છે? શું તમારી અંગત જાણકારી ફેસબુક (Facebook) અને ઇંસ્ટાગ્રામ (Instagram) ની સાથે શેર કરવામાં આવશે? ફટાફટ જાણો કયા યૂઝર્સ માટે ખતરો છે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

WhatsApp એ શુક્રવારે સવારે જ પોતાની નવી પ્રાઇવેસી પોલિસી રિલીઝ કરવામાં આવી છે. જોકે આ એપને ખૂબ સંભાળીને શબ્દોને પસંદ કર્યા છે. સાથે જ કંફ્યૂઝન ઓછું કરવા માટે પોઇન્ટર્સનો પણ ઉપયોગ કર્યો છે. 


બિઝનેસ એકાઉટ્સ માટે છે નવી પોલિસી
પ્રાપ્ત માહિતી અનુસાર નવી પ્રાઇવેસી પોલિસી ફક્ત બિઝનેસ એકાઉન્ટ માટે રિલીઝ કરવામાં આવી છે. કંપનીએ પોતાના નવા નિવેદનમાં સ્પષ્ટ લખ્યું છે કે અમે અમારી સેવાની શરતો અને પ્રાઇવેસી પોલિસીમાં ફેરફાર કરી રહ્યા છીએ. આ ફેરફાર બિઝનેસ અને તેમના કસ્ટમર્સ વચ્ચે WhatsApp પર થનાર મેસેજિંગ સંબંધિત છે. નવી પોલિસી હેઠળ WhatsApp Business ના યૂઝર્સના લોકેશન અને કોન્ટેક્ટ લિસ્ટ લઇ શકે છે. 

Delhi: લોકોને મળી રહ્યો છે 'મોત'નો મેસેજ, મચી ગયો હડકંપ


શરતો સ્વિકારવા માટે દબાણ નહી
5 જાન્યુઆરીએ જ્યારે WhatsApp ની નવી પ્રાઇવેસી પોલિસી જાહેર કરી હતી ત્યારે તમામને બળજબરી પૂર્વક તેમને સ્વિકારવા માટે કહ્યું હતું. સાથે જ એપએ સ્પષ્ટ કર્યું હતું કે જો તમે તેમને સ્વિકારશો નહી તો WhatsApp ઓપરેટ કરી શકશો નહી. આ વખતે WhatsApp ના સુર બદલાઇ ગયા છે. એપએ કહ્યું કે WhatsApp Business ની નવી પ્રાઇવેસી પોલિસીને સ્વિકારવા માટે દબાણ નથી. તમે શરતોને સ્વિકાર્યા વિના પણ તેનો ઉપયોગ કરી શકશો .

IPL Auction 2021 દરમિયાન ટ્વિટર પર ટ્રેંડ થઇ મિસ્ટ્રી ગર્લ, ફેન્સે કહ્યું- 'National Crush'


હાલ તમારા WhatsApp નો ડેટા લેવામાં નહી આવે
કંપનીએ સ્પષ્ટ કર્યું કે તમારી પર્સનલ ચેટની પ્રાઇવેસી પર કોઇ અસર પડશે નહી. એટલે કે મિત્રો અથવા પરિવારજનોની સાથે થનાર તમારી વાતને હંમેશા સુરક્ષિત રહેશે. મિત્રો અને પરિવારજનોની સાથે શેર કરવામાં આવેલા પર્સનલ મેસેજ, કોલ્સ, ફોટો, વીડિયો, લોકેશન વગેરે WhatsApp અને Facebook, બંનેમા6થી કોઇપણ જોઇ શકશે નહી. WhatsApp એ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે કોણ કોને મેસેજ મોકલી રહ્યું છે અથવા કોલ કરી રહ્યું છે તેનો રેકોર્ડ નહી રાખવામાં આવે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube