નવી દિલ્લીઃ WhatsApp પોતાના યૂઝર્સ માટે એવા નવા ફિચર્સ લઈને આવે છેકે, જેનાથી તેમનું કામ વધુ સરળ બની જાય. સાથે  જ યૂઝર્સના ચેટિંગ એક્સપીરિઅંસને પહેલાં કરતા વધારે મજેદાર બનાવવા માટે વોટ્સએપ સતત કંઈકને કંઈક નવું કરતું રહે છે. હાલમાં જ વોટ્સએપે પોતાના યૂઝર્સને એક જરૂરી ભેટ આપી છે. આ ફિચરની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં હતાં. WhatsApp ના આ નવા ફિચરને Disappearing Message નું નામ આપવામાં આવ્યું છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

WhatsApp ના નવા ફિચર્સ છે જોરદાર, તમારી જિંદગી થઈ જશે વધુ આસાન


WhatsApp ગ્રૂપ માટે લાભદાયક છે આ ફિચર
WhatsApp આ નવા ફિચરને એન્ડ્રોઈડ અનેમiOS બન્ને પ્લેટફોર્મ પર રોલઆઉટ કરવામાં આવશે. આ ફિચર વોટ્સએપ પર બનાવવામાં આવતા ગ્રૂપ માટે ખાસ છે. આ ફિચની ખાસ વાત એ છેકે, આ ફિચરને માત્ર ગ્રૂપ એડમિન જ નહીં દરેક લોકો યૂઝ કરી શકે છે.  જોકે, હાલમાં વોટ્સએપે માત્ર ગ્રૂપ એડમિનને જ આ સુવિધાનો ઉપયોગ કરવાનો લાભ આપ્યો છે. આગામી સમયમાં ગ્રૂપ એડમિન પાસે એવી સુવિધા હશે કે કોણ ગ્રૂપમાં આ ફિચરનો યૂઝ કરી શકશે અને કોણ નહીં.


એનો અર્થ છેકે, તમને હવે દર સપ્તાહે વોટ્સએપ મેસેજ ડિલીટ કરવાની આઝાદી મળી જશે. હાલમાં આ ફિચર ટેસ્ટિંગ મોડ પર કામ કરી રહ્યું છે. તેથી વોટ્સએપ તરફથી હાલ આ ફિચર માત્ર પસંદગીના લોકો પાસે જ હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube